Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
જીવનને ઉચ્ચ કક્ષા પર મૂકયું. ગામેગામ વિહાર કરતાં પૂજ્યશ્રીએ શ્રીપાચંદ્રગચ્છને ઉન્નતિના શિખરે પહોંચાડ્યો. અનેક જીવને દેશવિરતિ અને સર્વવિરતિ બનાવ્યા,
આમ ઉપકાર કરતા કરતા તેઓશ્રી ૧૯૬૯ (૧૯૭૦ કચ્છી) ના ભાદરવા સુદ ૧૦ના રોજ સ્વવતન કેડાયમાં સમાધિપૂર્વકના અંતિમ આરાધના સાથે સ્વર્ગે સિધાવ્યા.
આવા મહાત્યાગી વૈરાગી પરમપકારી મહાપુરૂષોના પરિચયમાં જે જે આત્માઓ આવે છે તેઓ સરળતાથી સન્માર્ગમાં જોડાવા સદાય તત્પર રહે છે. તેમના જીવનને આદર્શ અન્ય છ પર ઉપકારકવૃત્તિ ધારણ કરનારા હોય છે. મહાજનોનાં જીવનચરિત્ર એટલે આ અસાર સંસારની અટવીમાં રહેલા કર્મરૂપી રને દૂર કરવા માટેનું ઉત્તમ સાધન છે. તેઓ જીવન જીવી જાણે છે અને મરી પણ જાણે છે કારણ કે તેમના મૃત્યુ પછી પણ સાહિત્ય-ક્રિયા-તપ-જપાદિની સુવાસ વર્ષો સુધી પ્રસરેલી રહે છે.
આ મહાપુરૂષના જીવન વિષે આપણને સંપૂર્ણ હકીકતે સાંપડતી નથી પરંતુ આજે એમનું નામ શ્રી પાધચંદ્રગચ્છના તકતા પર અમર છે એજ એમના ધમપ્રભાવનાના અનેકવિધ કાર્યોનો સચોટ પુરાવે આપે છે.
આ ત્યાગીઓમાં આઘપુરૂષ શ્રી કુશલચંદ્રજીગણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com