Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૦૪
અનેકવિધ મહોત્સવાદિ ધાર્મિક કાર્યો થયાં.
સં. ૧૯૪૯ ની સાલમાં પૂજ્ય ગુરૂદેવ શ્રીભ્રાતૃચંદ્રજી મહારાજ રાજનગર પધારતાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી તેઓશ્રીને શામળાની પળના ઉપાશ્રયે બીરાજમાન કરવામાં આવ્યા. તેઓશ્રીની સાથે તે સમયે પૂ. મુનિરાજ શ્રી દીપચંદ્રજી તથા શ્રી ગુણચંદ્રજી મહારાજ હતા. અને ચાતુર્માસ દરમ્યાન અઠ્ઠાઈ મહોત્સવાદિ ધાર્મિક પ્રભાવનાના ઉત્તમ કાર્યો શ્રીસંઘના ઉત્સાહથી થયાં. અને પૂજ્ય ગુરૂદેવની અમૃતવાણુને આસ્વાદ પુનઃ ઝીલવા માટે શ્રીસંઘે સં. ૧લ્પ૦ ની સાલનું ચાતુર્માસ કરવા આગ્રહભરી વિનંતિ કરતાં લાભાનુલાભ જોઈ પૂજ્ય ગુરૂદેવે માગણને સ્વીકાર કર્યો. આ સમયે પૂજ્ય ગુરૂદેવ શ્રીયશોધરચરિત્રનું વાંચન કરતા હતા. ગુરૂદેવની વૈરાગ્યવાહિની દેશના, શુદ્ધ ચારિત્રપાલનશક્તિ અને અમૃતવાણુના આસ્વાદથી શ્રીસંઘમાં પૂજ્યશ્રી પ્રત્યે બહુમાન ઉપજ્યું અને પૂજ્યશ્રીના સદ્દઉપદેશથી ભાવી પ્રજામાં ધાર્મિક સંસ્કારે રેડાય એ માટે “શ્રી જૈન સરસ્વતી સભા” ની સ્થાપના થઈ. આ હા તેઓશ્રીના અનન્ય ભક્ત શ્રી હકિસિંહભાઈ રાયચંદભાઈએ લીધો. તે સાથે એક વિશાળ પૌષધશાળા બંધાવી અનેકવિધ પુણ્ય ઉપાર્જન કર્યું. આ પ્રસંગે શ્રીસંઘને ઉલ્લાસ દરિયાના પૂનમની ભરતીના મેજા સમાન ઉછળી રહ્યો હતે. અનેક ભવી આત્માઓ તપ, જપ, ક્રિયામાં જોડાયા અને ઘણાએ શ્રીચતુર્થવ્રતને અંગીકાર કર્યું અને ઘેરઘેર આનંદ મંગળ પ્રવર્તી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com