Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
શ્રીજિનેશ્વરદેએ ભાખ્યા મુજબના સન્માર્ગમાં હજારે આત્માઓને જેડી મહદ્ ઉપકાર કર્યો છે.
આવા ગચ્છનાયક શ્રી કુશલચંદ્રજી ગણીને જન્મ સં. ૧૮૮૪માં કોડાય (કચ્છ)માં થયો હતો. પિતાનું નામ જેતસીભાઈ અને માતાનું નામ ભમઈબાઈ હતું. માતપિતાના સંસ્કારના સિંચનથી શ્રી કુશલચંદ્રજીમાં અનેક વિધ ધર્મસંસ્કારોના બીજ રોપાયા. માતપિતા જે પુત્રને તેના આત્મહિતને સાચે રાહ દાખવે તે જૈન ધર્મમાં અનેક આત્માઓ તરી જાય અને કુળને અજવાળે. પરંતુ આજે જૈનમાતપિતા જેટલી પોતાના બાળકની વ્યવહારિક કેળવણીને કુશળતા માટે કાળજી ધરાવે છે તે પૈકી જે અંશમાત્ર પણ ધર્મમાગમાં સ્થિર કરવાની પ્રવૃત્તિ અંગે ધરાવે તે આજે જૈન સમાજમાં ધર્મની જાહેજલાલી પ્રગટી નીકળે.
છેવટે સંસારની અસારતા વિષે પૂજ્ય મુનિરાજોના સંસગથી ગ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓશ્રી પગે ચાલીને બીજા ચાર સાથીઓ સંગાતે પાલીતાણું ગયા. ત્યાં બિરાજમાન પૂ. આ. શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. ગુરૂદેવે રેગ્યતાની કસોટી કરી અને સં. ૧૯૦૭ ના કારતક વદ ૧૩ના રોજ દીક્ષા અંગીકાર કરી. આ સમયે અષ્ટાબ્લિકા મહોત્સવાદિ ભારે ધામધુમ થઈ.
આમ મુનિવેશ અંગીકાર કર્યા બાદ પૂજ્યશ્રીએ સાધુ આવશ્યક ક્રિયાઓ-સૂત્રો વિ૦ નો સારો અભ્યાસ કરી સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com