Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
ભારતભૂષણશ્રીભ્રાતૃચંદસૂરીશ્વરજીના
જીવનનો ટુંક પરિચય જગપૂજ્ય શાસ્ત્ર વિશારદ શાસનમભાવક યુગપ્રધાન શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજા પછી શ્રીમજાગપુરીયતપાગચ્છને પ્રકાશમાં આણનાર પૂજ્યશ્રી કુશલચંદ્રજીગણી સુધી અનેક આચાર્યો અને મહાત્માઓ થઈ ગયા છે. જેમાં આચાર્ય મહારાજ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીનું નામ સુવર્ણાક્ષરે કેતરાઈ રહેશે. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા) ની પાટે પૂ. આચાર્ય મહારાજ થયા.
આબુતીર્થની દક્ષિણ સીમા પર આવેલા (વાંકડીઆ) વડગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ દાનમલજી રહેતા હતા તેમની વિજયા નામે ધર્મપત્ની હતી તેમને સ્તનસિંહ, લખું, ભલુ અને કલું એ નામનાં ચાર પુત્રો હતા. સં. ૧૯૨૫માં વિજય માતા સ્વર્ગવાસી થયા તે પછી દાનમલજી પિતાના મેટા પુત્રને સંબંધીઓને સુપ્રત કરી ત્રણે પુત્રને સાથે લઈ ગુજરાતના વઢીઆર વિભાગમાં ચાચરવાળી બહુચરાજીના મેળા ઉપર શંખલપુર જઈ પહોંચ્યા. એ મેળામાં કોઈ કાર્યવશાત્ આવેલા યતિઓને જોયા. અને આ યતિઓ પિકી કેઈ મારા પુત્રને લેવાનું સ્વીકારે તે મારે અવશ્ય અર્પણ કરી દેવા. છોકરાઓ સુખી થશે અને મારી ઉપાધિ ટળશે. એ દ્રઢ સંકલ્પ કરી ભૂદેવ તે યતિઓની પાછળ પાછળ તેમના ઉતારે ગયે અને પિતાને સંકલ્પ જાહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com