Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૭.
કપે. આવા ખાસ કારણથી કારણે ચોથ સ્વીકારી પણ તે ચલાવવાને માટે કરી ન હતી.
નિશીથચૂણી? કાલિકાચાર્યજીના સંતાનીયાએ બનાવી છે પણ શ્રી દેવગિણી ખમાસમણજીની બનાવેલી નથી માટે કાલિકાચાર્ય પ્રથમ થઈ ગયા છે અને ચૂણી તો પાછળથી બનાવેલી છે તેથી તેમાં કાલિકાચાર્યજીને સંબંધ છે. તથા કાલિકાચાર્યજીની કથામાં તે એ ચૂર્ણિથી વિરૂદ્ધ લખેલું છે કે “ભાનુમિત્ર અને બળમિત્ર બન્ને ભાઈ ભરૂઅગ્રના રાજા હતા તેમની બહેન ભાનુશ્રી હતી. તેના પુત્રને વિના પૂછે દીક્ષા દીધી. વળી પુરોહિતની અપ્રીતિથી આચાર્ય દેશબહાર નીકળ્યા છે.” તથા કાલિકાચાર્યની કથામાં લખ્યું છે કે “કાલિકાચયની પાસે નિગદના સ્વરૂપ સંબંધી પ્રશ્ન પૂછવા માટે ઈદ્રમહારાજ આવ્યા હતા એ વાત એમના સંતાનીયાએ લખી દીધી છે તે મહામિથ્યાત્વ છે. કારણ કે વિક્રમાદિત્ય રાજાને ૧૩૫ વર્ષ થઈ ગયા તે પછી શાલિવાહન રાજા થયા છે, તેણે પિતાને શક ચલાવ્યું છે. તે સૌ કઈ જાણે છે.
વીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમરાજા થયેલ છે. તે પછી શાલિવાહનરાજાના વખતમાં ચોથના પજુસણ કરનારા કાલિકાચાર્ય થયા છે, તે વીરનિર્વાણ ૬૦૫ વર્ષ પછી થયા છે અને “પન્નવણાસૂત્ર”ના કર્તા કલિકાચાર્ય કે જેમનું બીજું નામ શ્યામાચાર્ય હતું તેમને ઈદ્રમહારાજે આવી પ્રશ્ન પૂછ્યા છે, તે આચાર્ય તે વીરનિર્વાણુથી ૩૩૫ વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com