Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
માનીને તેણે કબુલ કરી હશે. પણ ભાનુમિત્રની બહેનના દિકરાને તેના પિતાની રજા સિવાય સ્વયમેવ દીક્ષા આપી દેવાથી તે દેશ છોડવું પડશે. ત્યાંથી ચોમાસામાં મહારાષ્ટ્ર દેશમાં પઈડ્રાણ પત્તનમાં આવવું પડયું અને ત્યાં પણ રાજાના કહેવા ઉપરથી પાંચમને બદલે ચોથની સંવત્સરી કરવી પડી. કદાપિ જે તેઓ ચોથની સંવત્સરી નહિ કરતા તે રાજા સાથે અપ્રીતિ થાત ને નવી પીડા ઉપજત. એ સર્વ યુગપ્રધાનની અતિસમયસૂચક વાત દેખાતી નથી. પણ બીજે વર્ષે તે આચાર્ય કાળધર્મ પામ્યા. તે પછી તેમના સંતાનીયાએ તેમની પ્રવૃત્તિની પરંપરા કરી લીધી. અથવા કાલિકાચાર્ય પણ નગરમાં ઘણે કાળ રહ્યા તેથી ચોથની પરંપરા ચાલતી થઈ. તે માત્ર તેમના સંતાનીયા તથા શાલિવાહન રાજાના રાજ્યમાં વસનારાઓએ ચલાવી.
તે પણ બીજા અન્ય ગચ્છવાળા શ્રી સંઘએ પરંપરા ગત ચાલી આવેલી પાંચમની સંવત્સરી કરવી પડતી મૂકી નથી કારણકે પાંચમ છેડીને ચોથ ચલાવવાનું કેઈ કારણ ન હતું એટલું જ નહિં પણ તે શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ હતું. વળી “સર્વ સંઘે ચાથની સંવત્સરી કબુલ કરી” તથા “શ્રીકાલિકાચાર્ય યુગપ્રધાન હતા” એવું જે કહેવામાં આવે છે તેને પુરા કયાંય મળતો નથી એટલે તે મિથ્યા છે. કેમકે કેઈના પુત્રને તેના માતાપિતાની સંમતિ વગર યુગપ્રધાન દીક્ષા આપેજ નહિ એમ શાસ્ત્રકાર મહારાજાએ કરમાવેલું છે. તેથી “આવશ્યક નિયુક્તિની ટીકા” માં શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com