Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
શાસનપ્રભાવના કરી છે પરંતુ એ બધી હકીકતથી ગુંથાયેલા પુસ્તકોને જે ભંડાર બીકાનેરમાં હતો તે પર વરસાદનું પુષ્કળ પાણું પડવાથી ભંડારમાંની પ્રતે કાગળના માવારૂપ બની ગઈ. આમ સાહિત્યથી ભરપુર ભંડારની આ શોચનીય દશા જોઈને પૂજ્યશ્રીને ખેદ થયે. પરંતુ કુદરતની ઈચ્છા આગળ ભલભલા લાચાર છે. એથી આજે કેટલીક બાબતોમાં દલીલો ટાંકવામાં કે દાખલા આપવામાં મુશ્કેલી અનુભવવામાં આવે છે. આને કારણે જ પૂજ્યશ્રીના કમવાર ચાતુર્માસ, વિહાર તેમજ માસ-તિથિ આદિમાં જે પ્રકાશ પાડી શકવા ભાગ્યશાળી થઇ શક્યા નથી. એમ છતાં મળેલા સાહિત્ય ઉપરથી પૂજ્યશ્રીના જીવન પર બને તેટલે પ્રકાશ ફેકવાનો પ્રયાસ આ ટુંક જીવનચરિત્રમાં કરવામાં આવ્યું છે.
શ્રી સમરચ દ્રસૂરિજીને પટાત્સવ થયા બાદ પૂજ્યજી લગભગ ૬૮ વર્ષની વયે પહોંચવાથી એકાંતમાં રહી ધર્મધ્યાનમાં વિશેષ તલલીન રહેવાનું વધારે પસંદ કરતા હતા. એ સબબે નાગરના ઉપાશ્રયને લગતી સાત કેટલીઓ કે જે આજે પણ વિદ્યમાન છે. તેની અંદર બેસી પૂજ્યશ્રી પોતાની ધારણા પ્રમાણે કલાકોના કલાકે અને દિવસના દિવસે ગુજારતા હતા અને ચિદાનંદ સુખની લહેરે અનુભવી યુક્ત સમયને સફળતા બક્ષી આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા.
પરંતુ ફરશનાને વેગ પ્રબળ હેવાથી કેટલોક સમય નાગરમાં આત્મધ્યાનમાં ગાળીને પૂજ્યશ્રી જોધપુર શહેરે પધારતાં રાજા જેધાણનાથ અને શ્રીસંઘે આડંબરથી સામૈયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com