Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
પૂજ્યશ્રી કાવી, ગંધાર-જંબુસર થઈ ભરૂચ મુકામે પધાર્યા તેમજ સદુઉપદેશથી ક્રિોદ્ધાર કરતાં, અનેક જીને ધર્મમાર્ગમાં જોડતાં સ્થિર કરતાં સુરત, વડોદરા થઈ માલવદેશ તરફ વિચર્યા. માલવદેશમાં આ સમયે દ્રવિડ દેશના બારસો જેટલા પાખંડીઓએ ધર્મના નામે ધતીંગ ચલાવવા માંડયું હતું. જગતમાં જેમ પાપ અને પુણ્ય, સત્ય અને અસત્ય તડકા અને છાંયડ વિગેરે આદિ અનાદિ છે તેમજ સત્ય સામે પાખંડ પણ અદિ અનાદિ છે જ્યાં સુધી સત્યની ત જગાવનારાં તિર્ધને ભેટે જગતને થતું નથી ત્યાં સુધી ધમમાર્ગથી વંચિત રહેલા નિર્દોષભાવે પાખંડીઓને ધર્મગુરૂ માનીને પૂજે છે. પરંતુ સૂર્યના આગમન સાથે જેમ રજની પિતાની સેડ સંકેલી લે છે, પોલીસ આવતાંની સાથે જેમ ચોર-ડાકુઓ નાશી જાય છે તેમજ શાસન ચેકીની રક્ષા કરનાર પૂજ્યશ્રીના પધારવા સાથે અસત્ય ફેલાવી રહેલા દ્રવિકે પકડાઈ જાય છે. પૂજ્યશ્રી તેમને સન્માર્ગદર્શન અર્થે ધર્મના દશ લક્ષણે સમજાવે છે અને ફરમાવે છે કે જ્યાં આ દસ લક્ષણે વિધમાન હોય ત્યાંજ ધમ વિદ્યમાન હોય છે. જેના આચરવાથી પિતાના આત્માને ઉદય અને આત્મકલ્યાણ થાય તે જ ધર્મ અને જે કાર્યની શરૂઆત ન્યાયથી થાય અને અંત પણ એજ રીતે આવે તેજ ધર્મ.
આ પ્રકારને સતત ઉપદેશ સાંભળીને એ ૧૨૦૦ દ્રવિડે મિથ્યાત્વથી વિરમી સમ્યકત્વસાધક થવા અને શ્રી ગુરૂરાજના પરમ ઉપાસક બની અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com