Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
આચાર્ય ભગવાનને શાસનના નાયક તરિકે નિર્માણ કરેલા છે. શાસનને સુસમર્પિત થયેલા આચાર્યો શાસનને જ જીવનમાં ભાવતા હોવાથી ભાવાચાર્ય તરીકે પૂજાવાને લાયક છે. જ્ઞાનાચારાદિ જેવા પાંચ આચારેને જીવનમાં અખંડપણે પાળતા ભાવાચાર્યોને લેકહેરી કદી સ્પશી શકતી નથી. એથી જ એ તારકે ભવ્યાત્માઓને ધર્મના સાચા રસીયા બનાવી શકે છે. ભાવાચાર્યો કહેરીથી પર રહી પંચાચારનું પાલન કરવા અને કરાવવામાં ઉક્ત હોવાને લીધે વિશ્વમાં પોતાની યુગપ્રવર્તાને અબાધિત રાખી શકે છે. આમ સાચા ભાવાચાર્યની કોટિમાં શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજા પોતાના આધારે રહેનારાઓ ઉન્માર્ગે ન જાય અને સદાય સન્માર્ગમાં જ રહે એની પુરતી કાળજી ધરાવી રહ્યા છે. ભાવાચાર્યો શાસન પ્રત્યેની પોતાની ફરજ અદા કરવામાં પાછી પાની કરતા નથી આમ પૂજ્યશ્રી અનેકને ઉદ્ધાર કરતાં, તવવાદ વડે દિગવિજય કરતાં અનેક અલ્પ સંસારી જીવોને દીક્ષા માર્ગમાં જોડ્યા બાદ કલકત્તા થઈ પણ વિગેરે સ્થળોએ વિચરતાં પૂજ્યશ્રીએ દક્ષિણ ભણી વિહાર લંબા.
અગાઉની આગાહી મુજબ દક્ષિણમાં વિચરી રહેલા પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિજયદેવજીએ ત્રણ વર્ષમાં સવાલાખ ચિંતામણી ગ્રંથનું અધ્યયન કરી પ્રવર પંડિત થયા હતા. એ સમયે બીજાપુર ગામમાં પાંચસો પંડિતે ધર્મચર્ચા માટે એકત્ર થયા હતા, જ્યાં પંડિત પ્રવર શ્રી વિજયદેવ મુનિરાજ પણું આમંત્રણથી પધાર્યા અને વિવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com