Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
દમાં વિજય મેળવી પિતાનું બિરૂદ સાર્થક કરી સર્વને આનંદ આપે, ત્યાંના રાજાએ શ્રી વિજયદેવજીની અદ્ભુત વિદ્વત્તા અને શાસ્ત્રપારંગતપણું જોઈને તેમને આચાર્યપદને અધિકાર સુપ્રત કર્યો. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજા સૂરિમંત્રના જાપક બની ધમષ ફેલાવી નાગપુર તરફ પધાર્યા. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી ત્યાં પધારતાં શ્રીવિજયદેવસૂરિજી શ્રીસંઘ સાથે ગુરૂદેવને સત્કાર કરવા પધાર્યા અને સામૈયાપૂર્વક તેઓશ્રીને નાગપુર નગરમાં પ્રવેશ કરાવ્યું અને શ્રી સંઘની વિનંતીથી એ સાલનું ચાતુર્માસ ત્યાંજ થયું. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિબધી ધર્મમાર્ગમાં લીન કર્યા.
વિ. સં. ૧૫૪ની સાલથી પૂજ્યજીએ આગમાદિનું સંશોધન કરી કેટલાક નવીન ગ્રંથની રચના કરી મહાન લાભ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પૂજ્યશ્રી પોતાના શિષ્યરત્ન શ્રી વિજયદેવસૂરિજી સહિત ચાતુર્માસ પછી વિહાર કરી ગામેગામ પાવન કરતા અનેક જીવોને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં વાળતાં ધમની વૃદ્ધિ કરવા લાગ્યા.
આ વખતે ચિતોડગઢપતિ મહારાણા શ્રી સંગ્રામ સિંહજીની કચેરીમાં ખરતર ગ૨૭, તપગચ્છ, કડવામતિ આદિ એકત્ર થયા હતા. આ કચેરીમાં જંગમયુગપ્રધાન જાણું નાગપુરીયતપાગચ્છાધિરાજને પણ પધારવા માટે રાજાનું આમંત્રણ મળ્યું હતું જેથી પૂજ્યશ્રી ચિતોડ પધાર્યા. ધર્મચર્ચામાં પૂજ્યશ્રીએ ભાગ લઈ વિજય પ્રાપ્ત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com