Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
ચિંતામગ્ન હૈયાને શાંત કર્યા છે. પરંતુ કૃપા કરી હવે સંપૂર્ણ વૃષ્ટિ થઈ છે તે તેને બંધ કરે!
પ્રતાપી ગુરૂરાજે ભક્ત ભૈરવની કરણને સંકેલવાને સંકલ્પ કર્યો કે તુરતજ તે બંધ પડી. આમ આ મહત્, ઉપકારથી મતના જડબામાં ટપોટપ પડતાં જીવ બચી ગયા અને સારાયે દેશમાં આનંદમંગળ પ્રવતી રહ્યો.
લેકમાં એ દ્રઢતાએ વાસ કર્યો કે પૂજ્યશ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પ્રબળપ્રભાવ એ છે કે જેમનાં દર્શન કરતાંજ દારિદ્ર દૂર ભાગે છે, હર્ષને સાગર ઉભરાય છે, પીડાતા જી પરમ આનંદને પામે છે અને સકળ જવાનું હિત થાય છે અને આ શાસન પ્રભાવક પુરૂષના પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે ભૂમિ પાવન થવા સાથે હંમેશા આનંદમંગળ વર્તે છે. આ મહાપુરૂષના યશગાન અને પ્રભાવિકપણાની સ્તુતિઓ ઠેરઠેર થવા લાગી.
એક વાત નિર્વિવાદ છે કે જ્યાં શ્રી જિનરાજ દેવ છે, શાંતિનિધિ ગુરૂ છે, કૃપાસમુદ્ર ધર્મ છે, શુદ્ધ અન્નપાન અને વસ્ત્ર વડે પ્રવર્તન છે, ચિદાનંદ માટે વિલા છે અને જ્યાં ઉપકાર એજ નિત્યકર્મ થઈ પડેલ છે એવા શ્રમણપણને નિહાળીને કલ્પવૃક્ષના લાભની માફક ક્યો માણસ સુખી ન થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com