Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૩૦
જાતે નિહાળવા તતપર થયા અને જે સ્થળે આ બનાવ બન્યો હતો ત્યાં આવી પહોંચ્યા. પિતાના સેવકેએ કરેલી વાત સાચી જણાતાં તેઓ પણ બહુ વિસ્મય પામી પોતાની બેઅદબી માટે પૂજ્ય સૂરીશ્વરજી મહારાજા પાસે ક્ષમા યાચવા પધાર્યા.
પૂર્વવત્ રાજવીઓના અનેક દ્રષ્ટાંત આપણને મળી આવે છે કે જેઓ આવા પ્રસંગને જોઈ રાજ્યદંડની વાત નહિં. કરતાં ગુરૂદેવની અદ્દભુત શક્તિઓને નમન કરતા હતા અને એવા ગુરૂદેવોની આજ્ઞાને શિરસાવંઘ માની ન્યાય અને નીતિથી રાજ્યશાસન ચલાવતા હતા. એવા આ નવાબ સાહેબે ઉપાશ્રયમાં પધારી પૂજ્યશ્રીને વંદન કરી પોતાની ભૂલ માટે સરળહદયે પશ્ચાત્તાપ જાહેર કરી ક્ષમા આપવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ નવાબને જગતના સર્વ જીવો સમાન છેસમાન દ્રષ્ટીને પાત્ર છે એમ સચેટ ઉપદેશ આપી કરીને આવું હિંસકકય નહિં કરવા આજ્ઞા આપી. આજે તે રોમેર જ્યાં જુઓ ત્યાં આર્યાવર્તની ભૂમિ નિર્દોષ જીવના લેહીથી ખરડાયેલી જણાય છે. આ આપણી સંધ સત્તાની નબળાઈનું કારણ છે. જે સમયે સંઘસત્તામહાજનસત્તા વ્યવસ્થિત અને સંગઠ્ઠીત હતી તે સમયે દિનપ્રત્યે જીવહિંસાના સમાચાર આજે મળે છે તેવી સ્થિતિ નહતી. આજે તે આપણા રાજવીઓ વિદેશીઓના પગલે ચાલીને છવાસાને પિતાની દૈનિચર્યા હોય એમ માની અનુકંપા ગુણને હૃદયમાંથી દેશવટ દઈ રહ્યા છે. આજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com