Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
સરસ્વતીપ્રસાદનું બિરૂદ પ્રાપ્ત કરવામાં, મતવાદીઓના વાદનું ખંડન કરવામાં, દૈવી ચમત્કાર દેખાડવામાં અને જિનાજ્ઞા મુજબ આત્મકલ્યાણના રાહની શોધ કરી તેને જીવનમાં ઉતારવામાં તેમનું ચિત્ત સદાય પરેવાયેલું રહેતું.
અફસની વાત છે કે આવા મહાપુરૂષોની ઝળકતી કારકિર્દિનું પાનું જૈન સમાજથી મોટેભાગે બીડાયેલું જ રહ્યું છે. આ મહાપુરૂષ જ્યારે દલીલસર-વાદ કરનાર પ્રત્યે પણ માનપૂર્વક ચર્ચાઓ ચલાવતા અને વિજય મેળવતા ત્યારે આજે આપણા સમાજને તિથિચર્ચાએ કેટલે છીન્ન ભીન્ન કરી નાંખે છે? તિથિચર્ચાએ આજ એ સ્વરૂપ ધારણ કર્યું છે કે જે એને ઉપશમ નહિ થાય તે એ કેટલી હદે પરસ્પર તિરસ્કાર વરસાવવા તરફ વળશે. કે વધુ અંગત સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતાં આપણને ખરેખર ખેદ ઉપજે એમ છે. છતાં જ્યાં એ રણધપણું પ્રત્યક્ષ બેઠું હોય ત્યાં સત્ય સમજાવે કેણ? મુનિરાજ શ્રીપાચંદ્રજીએ વિવાદે કરી પ્રતિપક્ષીઓને વિજય કબુલ કરાવ્યો તે ક્યાં અને આજને સ્વમતે કલ્પી લીધેલ પ્રતિપક્ષને પરાજય અને જાતીય વિજયની વાત કયાં? . આમ શાસ્ત્રોનું ઉચ્ચજ્ઞાન મેળવી, ઉત્તમશક્તિ કેળવીને યુનિરાજ શ્રી પાશ્ચચંદ્રજીએ ગુરૂની પ્રસન્નતા અને ઠેરઠેરથી તેઓશ્રીની વિદ્વતાથી આકર્ષાયેલા શ્રીસંઘની વિનંતિઓ થઈ. સં. ૧૫૪૬ થી ૧૫૫૪ લગીના આઠ વર્ષના ટૂંકા સમય દરમ્યાન શ્રી પાર્ધચંદ્રગણીએ વિદ્યાકળામાં મેળવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com