Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
માગ પર જેમને અચળ શ્રદ્ધા છે એવા શેઠ ભીમાશાહ અને હાલાદેવીએ પુત્ર અમરસિંહની કુદ્ધારની માગણને અતી ઉલ્લાસ વડે માન્ય કરી અને સારાયે અણહીલપુર પાટણમાં અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત કરી અનેકવિધ ધર્મકાર્યો કરવા થકી કુમાર અમરસિહે પૂ. સૂરીશ્વરજીના વરદ હસ્તે સંવત્ ૧૫૭૫ ના માગશર સુદી ૫ ના રોજ વિજય મુહૂર્ત શ્રી ભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરી. સારાયે નગરમાં ગુરૂદેવની દેશનાશક્તિ, અગાધજ્ઞાન અને ક્રિયાકાંડની પ્રસંશા થવા લાગી. નવદીક્ષિતનું નામ મુનિ સમારચંદ્ર રાખવામાં આવ્યું.
પૂ. સૂરીશ્વરજી મહારાજાના અન્ય શિષ્ય હેવા છતાં આ તીવ્રબુદ્ધિવાળા મુનિરાજ શ્રી સમારચંદ્રજી વિદ્યાભ્યાસમાં આગળ વધવા લાગ્યા જે જોઈ પૂજ્યશ્રીને ખાત્રી થવા લાગી કે ભવિષ્યમાં મારી પાટને આ પુરૂષ જરૂર સાચવશે.
આમ અણહીલપુર પાટણમાં ધર્મત જગાવીને ત્યાંથી વિહાર કરતાં પૂજ્યશ્રી શિખ્યમંડળ સાથે અમદાવાદના આંગણે સામયાપૂર્વક પધાર્યા. આ સમયે અમદાવાદમાં મરકીને ભયંકર ઉપદ્રવ ચાલી રહ્યો હતે જેથી શહેરીએ ત્રાસ પામીને અહીં તહીં નાશભાગ કરી રહ્યા હતા. પ્રજાજનોએ પૂ૦ સૂરીશ્વરજીના વિચક્ષણ જ્ઞાનના મહિમાથી પ્રેરાઈને તેઓશ્રી સમક્ષ આ વાત રજુ કરી અને રજુ કરવાની સાથેજ ટુંક સમયમાં જ સૌના આશ્ચર્ય અને હર્ષ વચ્ચે મરકીને ઉપદ્રવ બંધ પડી ગયો અને સર્વત્ર આનંદ-આનંદ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com