Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
વળગી ઉસૂત્ર ક્રિયા કરી રહેલાઓએ ગચ્છભેદની તકરારના કારણે આ મહાપુરૂષની ઈર્ષા કરવા લાગ્યા. પરંતુ જેમને શાક્ત રીતે વર્તવું છે તેમને એની અસર શું થાય? અનેક
સ્થળાએ આ મતભેદોના પડઘા પડ્યા અને સત્યના અથી આત્માઓ સન્માર્ગ તરફ વળ્યા.
એથી માલદેવ રાજા અને શ્રીસંઘની પ્રસન્નતા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પર ઉતરી અને સત્યમાર્ગના દ્રષ્ટા આ વિદ્યાભૂષણ ઉપાધ્યાયને સૂરિપદ આપવાની વિનંતિ તેઓશ્રીના ગુરૂદેવ સમક્ષ રજુ કરવામાં આવી. લાયક માણસે કદી માનની વાંછના રાખતા નથી પણ માન એમને સામે આવીને ભેટે છે. ઉપાધ્યાય શ્રી પાશ્ચચંદ્રજી ગણિવરના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીએ શ્રી સંઘ અને જોધપુર નરેશના આગ્રહને માન આપી સૂરિપદ અંગે અઠ્ઠઈ મહત્સવ શરૂ કરવા માટે આજ્ઞા ફરમાવી અને પૂ. ઉપાધ્યાયજીને સૂરિમંત્રના તપ અને ધ્યાન વિધિ પૂર્વક ગુરૂદેવે શરૂ કરાવ્યા. આ પ્રસંગને દીપાવવા માટે નિમંત્રણ પત્રિકાઓ દેશભરમાં પહોંચાડવામાં આવી અને પંડિત પ્રવરે, વિદ્વાન આચાર્યાદિ મુનિરાજે, ધર્મપ્રેમી ગૃહસ્થો મેટા પ્રમાણમાં જોધપુર નગરે પધાર્યા. શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં અત્યંત આનંદમય વાતાવરણ અને લેકેના અનેરા ઉત્સાહ વચ્ચે સં. ૧૫૬૫ માં પૂ ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજી ગણિવરને સૂરિપદથી ગુરૂદેવે વિભૂષિત કર્યા અને આચાર્ય શ્રી પાર્વીચંદ્રસુરીશ્વરજી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com