Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૩૪ બ્રાહ્મણની બે કન્યાઓને પ્રતિબોધી અને શ્રાવક શ્રાવિકાઓને શુદ્ધ કિયાવંત બનાવ્યા. ત્યાંથી શ્રી શંખેશ્વરજીની યાત્રાર્થે પધાર્યા જ્યાં હૃદયને ભક્તિના રંગથી રંગી પતે તેની સ્તુતિઓ રચી. માંડળ પધાર્યા જ્યાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી પૂજ્યશ્રી અને તેઓશ્રીના શિષ્ય સમુદાયને ઉપાશ્રયમાં બહુમાનપૂર્વક પધરાવ્યા. જ્યાં વ્યાખ્યાન આપતાં શ્રાવકના ધર્મ વિષે સુંદર બોધ આપે અને શ્રાવકમાં કેટલા ગુણ હોવા જોઈએ તે વિષેનું સવિસ્તર વર્ણન કરતાં લેકે શુદ્ધ કિયા માર્ગ તરફ આકર્ષાયા.
આ પ્રમાણે ઠેરઠેર ક્રિોદ્ધાર કરતાં કરતાં પૂ. આચાર્ય ભગવાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરમગામ મુકામે આવી પહોંચ્યા. ત્યાં પણ વિદ્યાસાગર નામના એક હઠવાદીને તેઓશ્રીને ભેટ થયે. પૂ. આચાર્ય ભગવાને તેને આગમાનુસાર અદેષિત કિયાનુષ્ઠાનની પદ્ધતિ બતાવી હઠવાદી યેગીના ગર્વનું ખંડન કર્યું. આમ કેટલાક સમય સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રીએ વિરમગામના શ્રીસંઘ પ્રત્યે પોતાના વિહારની ઈચ્છા પ્રદર્શિત કરી. આવા પરમતારક ગુરૂદેવના વિયેગથી કયા સરળ અને સુજ્ઞ હૃદયને આઘાત ન લાગે? પરંતુ આ ઉગ્ર વિહારી ગુરૂદેવના નિશ્ચય આગળ સો લાચાર બન્યા. ગુરૂરાજ ગામ ગામને વિહાર કરી પુનઃ ગુજરાતના એ વખતના પાટનગર શ્રી અણહીલપુર પાટણ પધાર્યા. શ્રી સંઘે પરમ ગુરૂદેવનું ભારે ધામધુમપૂર્વક સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કર્યા. શ્રીસંઘના ભારે આગ્રહને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com