SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ બ્રાહ્મણની બે કન્યાઓને પ્રતિબોધી અને શ્રાવક શ્રાવિકાઓને શુદ્ધ કિયાવંત બનાવ્યા. ત્યાંથી શ્રી શંખેશ્વરજીની યાત્રાર્થે પધાર્યા જ્યાં હૃદયને ભક્તિના રંગથી રંગી પતે તેની સ્તુતિઓ રચી. માંડળ પધાર્યા જ્યાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી પૂજ્યશ્રી અને તેઓશ્રીના શિષ્ય સમુદાયને ઉપાશ્રયમાં બહુમાનપૂર્વક પધરાવ્યા. જ્યાં વ્યાખ્યાન આપતાં શ્રાવકના ધર્મ વિષે સુંદર બોધ આપે અને શ્રાવકમાં કેટલા ગુણ હોવા જોઈએ તે વિષેનું સવિસ્તર વર્ણન કરતાં લેકે શુદ્ધ કિયા માર્ગ તરફ આકર્ષાયા. આ પ્રમાણે ઠેરઠેર ક્રિોદ્ધાર કરતાં કરતાં પૂ. આચાર્ય ભગવાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરમગામ મુકામે આવી પહોંચ્યા. ત્યાં પણ વિદ્યાસાગર નામના એક હઠવાદીને તેઓશ્રીને ભેટ થયે. પૂ. આચાર્ય ભગવાને તેને આગમાનુસાર અદેષિત કિયાનુષ્ઠાનની પદ્ધતિ બતાવી હઠવાદી યેગીના ગર્વનું ખંડન કર્યું. આમ કેટલાક સમય સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રીએ વિરમગામના શ્રીસંઘ પ્રત્યે પોતાના વિહારની ઈચ્છા પ્રદર્શિત કરી. આવા પરમતારક ગુરૂદેવના વિયેગથી કયા સરળ અને સુજ્ઞ હૃદયને આઘાત ન લાગે? પરંતુ આ ઉગ્ર વિહારી ગુરૂદેવના નિશ્ચય આગળ સો લાચાર બન્યા. ગુરૂરાજ ગામ ગામને વિહાર કરી પુનઃ ગુજરાતના એ વખતના પાટનગર શ્રી અણહીલપુર પાટણ પધાર્યા. શ્રી સંઘે પરમ ગુરૂદેવનું ભારે ધામધુમપૂર્વક સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કર્યા. શ્રીસંઘના ભારે આગ્રહને લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy