Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૨૦
વાસીઓમાં ઉત્સાહ ને આનંદના જે ઉભરાઓ આવ્યા તેનું વર્ણન શબ્દમાં કરી શકાય તેમ નથી.
પૂરા પાત્ર મુનિરાજશ્રી પાશ્વચંદ્રજી ઉપાધ્યાય પદવીથી વિભૂષિત થયા બાદ જ્ઞાનતત્વના સંશોધનમાંજ હૃદયને ઓતપ્રોત કરે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે ચોથા પરમેષ્ઠી પદે પ્રતિષ્ઠીત છે. એ પરમષિઓ શ્રી આચારાંગ આદિ બારેય અંગસૂત્રોના સ્વાધ્યાયના પારગામી અને તેના અર્થોના ધારક હાવા સાથે તે સૂત્ર અને અર્થ ઉભયને વિસ્તાર કરનારા હોય છે. ઉપાધ્યાય ભગવાન શ્રી પાચંદજી ગણિવરમાં એ ત્રિવેણી સંગમને વેગ હતો. સમ્યકત્વની આ જાતની સુંદર પ્રકારની નિમંળતાથી આ મહાપુરૂષ જગતભરમાં પંકાયા છે. આવા મહાપુરૂષો અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાતા આત્માઓ માટે ધન્વન્તરી વૈદ્યની ગરજ સારે છે. કારણ જગતમાંથી અજ્ઞાનરૂપ રોગને દેશવટો આપવામાં તેઓ સમ્યજ્ઞાનરૂપી ઔષધીને જ ઉપચાર કરનારા હોય છે. આ મહાપુરૂષે શ્રુતજ્ઞાનને ઉપાય એટલી સુંદર રીતિયે કર્યો કે જે કળાના ગે શ્રતમાં આવતા બાવન અક્ષરેને બાવનાચંદન બનાવી–તેના વડે જનતાના પાપરૂપી તાપેને વિદાય છે. આવા ઉચ્ચ કેટિના વર્તન દ્વારા સ્વપરના જીવનનું શ્રેયસાધનારા આત્માએની ઉપાસના કરવાનું સદ્ભાગ્ય જેમને સુગે સાંપડયું છે. તેઓ ખરે જ આસનસિદ્ધિક છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી!
આમ અનેક મુમુક્ષુઓને સન્માર્ગે દેરી રહેલા ઉપાધ્યાયમવર શ્રીપાચંદ્રજી બારકોટ-મેવાડ વિગેરે પ્રદેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com