________________
૧૮ ૦ પરિશીલન
હકીકતોનો નિર્વિવાદ ઐતિહાસિક ખુલાસો કરવો એ કામ પણ ભારેમાં ભારે અઘરું અને દુઃસાધ્ય જેવું હોય તો ઐતિહાસિક યુગ પહેલાંનાં સેંકડો નહિ, પણ હજારો વર્ષોની ઊંડી અને અંધારી કાળગુફામાંથી ઇતિહાસ કહી શકાય એવાં વિધાનો ક૨વાનું કામ તો લગભગ અસંભવિત જ છે. તેથી જ એટલા જૂના કાળ વિશે લખતાં કોશાંબીજી આમ હશે, આમ હોવું જોઈએ, આવો સંભવ છે, ઇત્યાદિ શબ્દોમાં માત્ર કલ્પનાત્મક જ વિધાન કરે છે. એને કોઈ ઇતિહાસ લેખી ન શકે. તેઓ પણ એવી હકીકતોને ઇતિહાસ મનાવવાનો આગ્રહ સેવતા નથી. મનુષ્ય એ જિજ્ઞાસાની મૂર્તિ છે. કામનું હોય કે નકામું; વર્તમાન હોય, ગયુંગુજ્જુ હોય કે ભાવિ હોય; નજીકનું હોય કે દૂરનું હોય, મનુષ્ય – જાગ્રત મનુષ્ય – બધા વિશે સાચું જાણવા ઉદ્યત રહે જ છે. તે માત્ર કલ્પનાઓમાં અંતિમ સંતોષ મેળવી નથી શકતો. તેમ જ ખરી હકીકત નથી જણાતી કે તે જાણવી બાકી છે તેટલા માટે મનુષ્ય કલ્પના કરવાનું કામ પણ છોડી શકતો નથી. તે શરૂઆતમાં સાધન અને શક્તિ પ્રમાણે સ્પષ્ટ-અસ્પષ્ટ, સાચી-ખોટી અને મિશ્રિત કલ્પનાઓ કર્યો જ જાય છે અને સત્યજિજ્ઞાસાના ટેકાથી ક્યારેક તે સત્યની કોઈ ભૂમિકા ઉ૫૨ કે તેની નજીક પહોંચે છે. મનુષ્યસ્વભાવનું આ તત્ત્વ અહીં પણ લાગુ કરી કહેવું જોઈએ કે કોશાંબીજીએ પૂરાં સાધનો અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પનાઓ કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સંશોધન કરવાનું કામ અભ્યાસી વાચકોનું છે. કોશાંબીજીની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તોય એમને ખોટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તો તે એ જ છે કે બધી વસ્તુઓનો વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતાં શીખવું. આ ઐતિહાસિક દૃષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં બીજાં અતિપ્રાચીન ધર્મશાસ્ત્રોનો વિચાર થશે તોય લેખકના પ્રયત્નનું આંશિક ફ્ળ સિદ્ધ થશે જ. કોશાંબીજીએ પોતે જ કહ્યું છે કે તેઓ બાબિલોનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું હોય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તો નથી જ. એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો બાબિલોનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબંધ ગોઠવ્યો છે તે હજી કલ્પનાનો જ વિષય છે અને તે વિશેના અભ્યાસનું હજી આપણે ત્યાં તો પગરણ જ મંડાયું છે. વેદોને અને તેને લગતા સાહિત્યને ઈશ્વરીય કે અપૌરુષેય માનવાની હજારો વર્ષની વારસાગત શ્રદ્ધા કરોડો માણસોમાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેદભક્તો અને વેદાભિમાની વિચારવર્ગનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વેદોને ઐતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણી તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org