________________
૬૦ • પરિશીલન
પાલિ અને બીજા “મહાવસ્તુ આદિ સાહિત્યમાં બુદ્ધની પત્નીનું નામ યશોધરા તરીકે જાણીતું છે, જ્યારે લલિતવિસ્તારમાં એનું નામ ગોપા છે, એટલે આ લેખમાં ગોપાના નામનો જ ઉપયોગ કરીશું. બુદ્ધ એ વિશેષણ કે નામ ત્યાગ પછીનું છે; મૂળ નામ સિદ્ધાર્થ છે.
મૃતિગ્રંથોમાં બ્રાહ્મ વગેરે આઠ પ્રકારનાં લગ્નો દર્શાવેલાં છે. તે જુદા જુદા સમયે અગર એક જ સમયે પણ જુદા જુદા સમાજોમાં બનેલી લગ્નઘટનાઓ ઉપરથી તારવેલાં છે. પૌરાણિક અને ઇતર કથાસાહિત્ય કે નાટક-આખ્યાન સાહિત્યમાં જે અનેકવિધ લગ્નની ઘટનાઓ મળે છે, તે જોતાં ઋતિકારોએ વર્ણવેલા લગ્નના આઠ પ્રકારો એ સામાજિક યથાર્થતાનું એક નિરૂપણ લાગે છે. વળી, જ્યારે આ દેશ અને પરદેશના જુદા જુદા સમાજોમાં બનતી અને પ્રવર્તતી લગ્નઘટનાઓ તેમ જ લગ્નપ્રથાઓ વિશે વાંચીએ છીએ, ત્યારે ઋતિકારોનું એ નિરૂપણ યથાર્થ લાગે છે. તેમ છતાં લલિતવિસ્તરમાં બુદ્ધ અને ગોપાનું જે લગ્નચિત્ર આલેખાયું છે, તે અનેક દૃષ્ટિએ બધાથી ચડી જાય એવું છે એમ લાગે છે. રામ મહાન પુરુષ, કૃષ્ણ પણ તેવા જ, મહાદેવ પણ દેવ જ, પાંડવો પણ વીરપુરુષો, નળ પણ સુવિખ્યાત, અજ એક પૌરાણિક અને પૃથ્વીરાજ એ ઐતિહાસિક. આવા પુરુષોના લગ્નપ્રસંગો તો તે કાવ્ય કે પુરાણગ્રંથોમાં આવે છે અને મોટે ભાગે સામાન્ય જનતા એનાથી પરિચિત પણ છે, પરંતુ લલિતવિસ્તરમાં બુદ્ધ ને ગોપાનો જે લગ્નપ્રસંગ આવે છે, તે અત્યંત બોધપ્રદ હોવા ઉપરાંત આકર્ષક અને રસપ્રેરક પણ છે, છતાં એ અજ્ઞાત રહ્યો હોય એમ લાગે છે. એમ ન હોત તો અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ જેવા અનેક કવિઓએ તે પ્રસંગ ઉપર મોહક કાવ્યો રચ્યાં હોત.
રામ શૈવધનુર્ભાગ દ્વારા પરાક્રમનો પુરાવો આપે છે ને સીતા એમને પતિ તરીકે સ્વીકારે છે. કૃષ્ણ રુક્મિણીનું એની ઇચ્છાથી પણ હરણ કરે છે. મહાદેવ પાર્વતીની તપસ્યામૂલક ભક્તિથી એને સ્વીકારે છે. અર્જુનના મત્સ્યવેધથી દ્રૌપદી એને વરતાં છેવટે પાંચે ભાઈઓને વરે છે. દમયંતી નળને અને ઇંદુમતી અને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ તરીકે સ્વીકારે છે. સંયુક્તા પૃથ્વીરાજને સ્વયંવરમાં જ વરે છે. આટલા દાખલાઓમાં આપણે એ જોઈએ છીએ કે લગ્ન પહેલાં બંને ઉમેદવાર એકબીજાને ભલે ચાહતાં હોય છતાં છૂટથી એકબીજાની પરીક્ષા નથી કરતાં કે નથી કરતાં ગૃહસ્થાશ્રમને યોગ્ય ગુણોની ધીર મીમાંસા. એક અથવા બીજા કારણે તેઓ પરસ્પર ચાહતા હોય છે, પણ એ ચાહના પાછળ બંને ઉમેદવારોમાં સમાન સમજણ અને નિર્ભય તેમ જ મોકળા મનથી એકબીજા સાથે વિચારની આપ-લે આપણે જોતા નથી. જ્યારે બુદ્ધ અને ગોપામાં તે બધાથી ઊલટું છે. બુદ્ધ જેટલા સમજદાર, ગોપા તેથી જરાય ઓછી સમજદાર નથી જણાતી. બુદ્ધ જેટલા મોકળા મનથી વાત કરે છે. તેથી જરાય આછા મોકળા મનથી ગોપા બુદ્ધ સાથે વાત નથી કરતી. બુદ્ધ ધનુર્વિધા દ્વારા પરાક્રમનો પરચો તો બતાવે જ છે, પણ તે ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org