________________
સંસ્મરણોની સમાલોચના • ૨૧૩ હું જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના બોજા નીચે સતત દબાયેલા રહે છે. તેમ છતાં તેમનાં સંસ્મરણોનું રસિક અને બોધપ્રદ વાચન એવી વિનંતી કરવા પ્રેરે છે - કે દાદાસાહેબ પોતાના જીવનમાં બધાં જ પાસાંને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વર લખે તો તે અત્યારની અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે.
સંસ્મરણો સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયોગિતા સાચે જ વધી જાય છે. અને અંતે જે સૂચિ આપી છે તે ચોકસાઈ ને ઝીણવટનો એક નમૂનો છે. ગાંધીજીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતો અને ઘટનાઓનો ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યો છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સંબંધ ને જીવનપ્રસંગોનો આખો ચિતાર રજૂ થાય.
પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગોઠવણ એ બધું અદ્યતન હોઈ પ્રકાશક અને મુદ્રકને શોભા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણો ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઈષ્ટપ્રેરણા મળશે.*
૯ માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આત્મકથા સંસ્મરણોની સમાલોચના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org