________________
૨૦ • પરિશીલન એના પ્રત્યે સૂગ સેવે છે. એવાં પ્રથમ ત્યાગી અને પછી ભોગી પાત્રોને તિરસ્કાર વિના જીવવાનું મુશ્કેલ બને છે અને એવી વ્યક્તિઓ ખંતીલી કે શ્રમપ્રિય હોય તોય તેઓને નિર્વાહનું સાધન મેળવવું અતિ વસમું થઈ પડે છે. એને લીધે એવી વ્યક્તિઓને કયાંય પણ અજાણ્યા પ્રદેશમાં જવું ને ભટકવું પડે છે. આ સ્થિતિ કોઈ પણ સભ્ય સમાજ માટે ઈષ્ટ નથી. ઈચ્છાથી અને સમજણપૂર્વક જે થાય તેમાં જ સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલો ધર્મ એ માત્ર પોકળ છે અને પોકળોને ઢાંકવાના પ્રયત્નોમાંથી પરિણામ પણ ભીરુતા, નિંદા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
૬. સભિકની પ્રશપદ્ધતિ: આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં બે બાબતો વિચારવા જેવી છે. એક તો આવા પ્રશ્નો કેમ ઉદ્દભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાનો ઇતિહાસ શો છે તે. ત્યાગ એ આંતરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાળું અને વેશ તથા ચિતોનું પોપડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પોપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્ત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોનો ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી આંતરત્યાગી અને બહારના ખોખાનું અંતર લોકો સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તો અંધશ્રદ્ધા અને અવિવેકી વળી પાછાં લોકોને જૂની ઘરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી દ્વન્દ્ર ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રવણ, મુનિ, શ્રોત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દોનો અર્થ પૂછે છે ને બુદ્ધ તાત્વિક રીતે ખુલાસો કરે છે.
આવી પ્રશ્નોત્તરૌલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણી અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતનાં વન, ઉદ્યોગ, અનુશાસન, શાંતિ આદિ પર્વોમાં આના બહોળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્નો એ પણ આ જ શૈલીનો નમૂનો છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધર્મોપદ આદિબૌદ્ધ ગ્રંથોમાં ઠેર ઠેર એવા પ્રશ્નો વીખરાયેલા છે. તે બધા રોચક હોવા ઉપરાંત શબ્દોના સ્થળ અને તાત્ત્વિક અર્થનું અત્તર તારવવામાં બહુ પ્રકાશ ફેંકે છે.
૭. ૬૩ દૃષ્ટિઓ: પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓનો નિર્દેશ છે, અને બુદ્ધને તેથી પર કહી ખવવામાં આવ્યા છે. તો પ્રશ્ન એ છે કે એ ૬૩ દૃષ્ટિઓ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા? આ ૬૩ દૃષ્ટિઓ દીઘનિકાય નામના બૌદ્ધ પિટકના પ્રથમ બહાકાલસૂત્રમાં ખરી રીતે આપણે જેને લોકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક પકડમાં ફસાય ત્યારે તે બીજી પકડનો વિરોધ કરે છે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org