Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 237
________________ ૨૨૮ • પરિશીલન 1. ૨. સ્ત્રી પણ વાદપટ્ટ: સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરુષપ્રધાન હોઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી – એની સંખ્યા પુરુષો કરતાં નાની હોય એ વાત જુદી, પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષો સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવલ્કક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવલ્કયે એનું મહત્ત્વ પણ આંકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દંતકથા પણ છે. દાક્ષિણાત્ય પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે; એટલું જ નહિ પણ તે સ્ત્રી પરિવ્રાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિવ્રાજક વર્ગ બુદ્ધ - મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યો આવે છે. એની પરસ્પર વિરુદ્ધ એવી ઘણી શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પસ્વિારિકાઓના અનેક મઠોનો ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઇતિહાસની એ વાતને ટેકો મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષણીઓનો પણ મોટો વર્ગ હતો, અને તે અનેક પંથોમાં વહેંચાયેલો હતો. વધારે સંભવ એવો છે કે એ પરિવ્રાજિકાઓ વૈદિકેતર પરંપરામાંની હોય. ૩.પ્રથમ મુલાકાતે પરસ્પર આકર્ષણ: વાદી પંડિત ગયો તો કુતૂહલવશ કે વાદનું બીડું ઝડપનાર એક નારી છે, તો તે કેવી હશે? પણ બંને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તો કેમ કાઢવો એ મૂંઝવણનો ઉકેલ પણ બંનેએ મળી શોધી કાઢ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પંડિતની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિવ્રાજિકા એની યુક્તિ-ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રબળ આકર્ષણ સૂચવે છે. બંને જણ પોતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે. ૪. નગરનારીઓની ફરિયાદ એ તો હંમેશનો અનુભવ છે કે જ્યારે પુરુષો સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની રોજિંદી ફરિયાદ રહે છે કે આટલું મોડું કેમ કરો છો ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને મોઢેથી રજૂ કર્યો છે. મોડું થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બદલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોનો ગર્વ ગાળી રહી છે. પુરુષોના મોડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીઓને મોટું આશ્વાસન એ મળ્યું કે અમે નહિ તો અમારી એક બહેન પુરુષના ગર્વને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પોતપોતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260