Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 236
________________ પરિજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૭ મેં જે જે શંકાઓ મૂકી તેનો તમે ખુલાસો કર્યો. હે વીર ! તમે જરા પોતાનાં ચરણ પસારો. આ સભિક તે ચરણોમાં પડી તમને વંદે છે.” ત્યાર બાદ તથાગત સભિકને ભિક્ષુક પદથી સંબોધી પ્રવ્રયા આપી પોતાના સંઘમાં લીધો. વાચકોના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ પોષાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપર્યુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંકેતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં પતાવાશે. ૧. વિજયરસ : પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રુચે છે. વિશેષે માનવજાતિનો ઇતિહાસ તો હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તો જાણીતો છે જ, પણ શાસ્ત્રવિજયની કથાય વર્ષો જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઇતિહાસમાં તે આવે જ છે. વિદ્વાનો અને જ્ઞાનીઓનો પ્રથમ પ્રયત્ન એ રહેતો આવ્યો છે કે પોતાના વિષયના હરીફને કોઈ પણ રીતે જીતે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશાં રહેતો કે જે અન્ય પરંપરાના વિદ્વાનો સાથે વાદચર્ચામાં ઊતરે, તેમને હરાવે અને પોતાના સંપ્રદાયનો જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃત–પાલિ વાલ્મય વાદચર્ચાનાં કાલ્પનિક અને ઐતિહાસિક વર્ણનોથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચો અને નિયમો હોય છે. જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચો ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કોઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પોતાનો સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજ્ય માટે આવ્યો છે અને એ જ વલણને વશ થઈ પેલી પઢિાજિકા પણ પ્રથમ તો વાદનું બીડું ઝડપે છે. લોકોને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જોવાનો રસ પણ અદમ્ય હોય છે. એવું યુદ્ધ જોવા ન મળે તો એની વાત પણ રમ્ય લાગે છે, એ આપણો અનુભવ છે. પંડિત અને પરિવ્રાજિકા વચ્ચે વાદનો અખાડો રચવામાં મથુરાવાસીઓનો રસ કેટલો ઊંડો છે તે તો જાહેર ચર્ચા જોવા ચોમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તોય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતોમાં અને નવી ઢબની ડિબેટિંગ ક્લબોમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુ”ના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260