Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 238
________________ પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૯ ઉત્કર્ષથી રાજી થાય છે. પોતાની જાતને પાછળ રાખીને પણ પતિદેવને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાનો આખો નારીવર્ગ પોતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પંડિતને પરાજયની દિશામાં જતો જોઈ કેટલી રાજી થાય છે! બધી જ સ્ત્રીઓ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે એક થાય જો પુરુષ હારે તો ! વ્યક્તિગત રીતે પુરુષનો જય વાંછતી નારી સામુદાયિક રીતે પુરુષવર્ગનો પરાજય કેમ ઈચ્છતી હશે, એ એક માનસશાસ્ત્રીય કોયડો તો ખરો જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિજાતીય એવા બે ચિત્તપ્રવાહો વહ્યા કરે છે. જ્યારે વ્યક્તિગત આકાંક્ષાતૃપ્તિનો પ્રશ્ન હોય ત્યારે સામાન્ય રીતે સ્ત્રીનું વિજાતીય ચિત્ત પ્રધાન બની પુરુષના પરાક્રમને ઝંખે છે અને તેને વશ રહેવામાં આંતરિક કતાર્થતા અનુભવે છે; પણ જ્યારે સામુદાયિક આકાંક્ષાતૃપ્તિની ક્ષણ આવે છે ત્યારે તેનું સજાતીય ચિત્ત ગતિશીલ થાય છે અને તેને પોતાના સજાતીય વર્ગના ઉત્કર્ષ માટે ઝંખતી કરે છે. વ્યક્તિગત રીતે ઊંડે ઊંડે મનમાં પુરુષનો ઉત્કર્ષ ઝંખતી નારી પણ સામુદાયિક રીતે નારીવર્ગના ઉત્કર્ષને પક્ષે જ હાથ ઊંચો કરે છે. એમ પણ હોય છે કે વ્યક્તિગત રીતે પુરુષનો પરાભવ કરવા અસમર્થ એવી નારીના ચિત્તમાં કોઈ એવી ગ્રંથિ બંધાતી હોય કે પુરુષને ક્યારે પરાભૂત કરું. આવી તક જો કોઈ સ્ત્રી ગમે ત્યાં ઝડપતી હોય તો એની એ માનસગ્રંથિ તેમાં સૂર પુરાવે. કદાચ તેથી જ આખો નારીવર્ગ એ પરિવ્રાજિકાના વિજયની આશાથી નાચી ઊઠ્યો હોય. ૫ પરિવ્રાજિકાનું સગભાં થવું ને દેશાન્તરમાં ચાલી નીકળવું કથામાં આપણે જોયું કે વાદપટુ પાબ્રિાજિકા છેક બાલ્યવયથી જ ઘરવંચિત થઈ હતી અને પરિવ્રાજિકાઓના મઠમાં ઊછરી, ત્યાં જ દીક્ષિત થઈ હતી. આટલી શાસ્ત્રપટુ અને રાતદિવસ શાસ્ત્રપારાયણમાં રત તેમ જ ધર્મક્રિયામાં ભાગ લેનાર એક ત્યાગી સ્ત્રી અજાણ્યા પુરુષના અણધાર્યા મિલનમાત્રથી શાસધર્મ-કર્મ બધું છોડી પુરુષ પ્રત્યે ક્ષણમાત્રમાં કેમ આકર્ષાઈ ? કેમ એને છળકપટનો આશ્રય લેવો પડ્યો અને ગર્ભ ધારણ કર્યા પછી પરિચિત વતન છોડી એને દેશાન્તરમાં ગુપ્તપણે કેમ ચાલ્યા જવું પડ્યું? આ પ્રશ્નો કાંઈ કાલ્પનિક નથી. પ્રાચીન અને મધ્યયુગની પેઠે એવી ઘટનાઓ આજે પણ જ્યાં ત્યાં જુદા જુદા આકારમાં બની રહી છે. તેથી સામાજિક સ્વાચ્ય અને નિર્દભ ધર્મના પક્ષપાતીઓએ વિચારવું ઘટે કે આવી ઘટનાઓનું મૂળ શું છે અને તે કેમ બનતી અટકે? સ્પષ્ટ છે કે ગૃહસ્થાશ્રમના રાજમાર્ગનું ઉલ્લંઘન કરી અકાળે અને વણસમજે સંન્યાસ લેવામાં જ આવી ઘટનાઓનાં મૂળ છે. બીજી વાત એ છે કે જાણે-અજાણે એક વાર ત્યાગી બનેલ સ્ત્રી કે પુરુષ ફરી જો પ્રામાણિકપણે ભોગમાર્ગે વળે તો સમાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260