Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 227
________________ ૨૧૮ - પરિશીલન શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છોડી ૬૦000 વર્ષ થયાં સતત આયંબિલવત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં રોક્યાં ત્યારથી સંકલ્પ વડે ત્યાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. બસ, આટલું જ સાંભળતાં ભરતનો સાચો ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આહ પ્રમાદ ! ક્યાં અમારા જેવાની વિષયાસક્તિ અને ક્યાં સુંદરીનું તપ ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થયો. આખ્યાન ૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પોતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રાજીમતીને છોડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિનો નાનો ભાઈ રથનેમિ હતો. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યો. એનો ભાવ કુમારીએ જાણી લીધો ને તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એક વાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ઘસીને પી લીધું, જેથી વમન થયું. વિવેકિની એ કુમારીએ ૨થનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. ‘આ તે કેમ પિવાય ?’ એવો રથનેમિનો ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યું, જો એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હોય તો હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ છું ના ?” ૨થનેમિ સમજ્યો અને ભેખ લઈ ચાલી નીકળ્યો. વિરક્ત રાજીમતીએ પણ તપોમાર્ગ લીધો. - વળી કચારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમિ પાસે જતો હતો. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાનો આશ્રય લીધો. સંયોગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પોતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યાં. એનાં અંગોપાંગ અવલોકી પેલો સાધુ આકર્ષાયો. ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો “હું ભોગરાજ–ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃષ્ણિ(સમુદ્રવિજ્ય)નો પુત્ર છે. આવાં ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગંધક સર્પ જેવાં, અર્થાત્ વમેલ વિષ પાછું ચૂસનારાં ન થઈએ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પોતાના સંયમને આચર. (૮) જે જે સ્ત્રીઓ તારી નજરે પડશે તેમાં “આ સારી છે, પેલી સુંદર છે’’ એમ વિચારી જો તું તેઓની ઇચ્છા કરીશ તો પવનનો ઝપાટો ખાધેલ અદૃઢમૂળ (ઢીલાં મૂળવાળા) ઝાડની પેઠે અસ્થિર આત્મા બની જઈશ – કામપવનથી કંપી સ્થિરતા ગુમાવી સંસારચક્રમાં ભમીશ.' (૯) “સંયમરત તે સાધ્વીનું સુભાષિત વચન સાંભળી અંકુશથી હાથીની પેઠે તે વચન વડે એ મુનિ ૨થનેમિ પોતાના ધર્મમાં સ્થિર થયો.” (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન બીજું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260