________________
૨૨૪૦ પરિશીલન
પ્રેમમાંકુર પ્રગટ્યો. બ્રાહ્મણ પંડિતે પરિવાજિકાને કહ્યું કે હું તને ચાહું છું. પશ્ત્રિાજિકાએ પણ જવાબમાં એમ જ કહ્યું કે હું પણ તને ચાહું છું, પણ હવે બ્રાહ્મણ પંડિતે આગળ પ્રસ્તાવ કર્યો કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી આપણો સમાગમ થાય, પણ કોઈ જાણે નહિ. બ્રાહ્મણ પંડિતે જ યુક્તિ શોધી પરિવ્રાજિકાને કહ્યું કે આપણે ચર્ચા પહેલાં સભામાં એવી પ્રતિજ્ઞા કરીને જ ચર્ચા શરૂ કરીશું કે જે હારે તે જીતનારનો શિષ્ય બને. આમ તો પુરુષો હંમેશાં સ્ત્રીને જીતતા જ આવ્યા છે, એટલે પુરુષ જીતે એમાં કોઈને નવાઈ ન લાગે, પણ જો તારા જેવી સ્ત્રી મને જીતે તો મારા હાલહવાલ જ થાય. લોકો એમ કહી નિંદે કે એક પુરુષ જેવા પુરુષને રાંધવા જેટલી જ અક્કલ ધરાવનાર સ્ત્રીએ હરાવ્યો ! તેથી તારે વાદમાં એવી રીતે વર્તવું કે છેવટે હું તને હરાવું. આથી તું મારી શિષ્યા બનીશ અને આપણો પરસ્પર સમાગમ થશે અને છતાં કોઈ જાણશે નહિ. પશ્ત્રિાજિકાએ સ્ત્રીપ્રકૃતિને અનુસરી એ વાત કબૂલ રાખી. આ રીતે પાવિાજિકા સાથે ગુપ્ત મંત્રણા કરી તે પંડિત પોતાને સ્થાને પાછો ફર્યો.
સાતમે દિવસે નક્કી કરેલ સભાસ્થાનમાં લોકો ટોળે વળ્યાં, જેમાં રાજા, મંત્રી, આગેવાનો, ગૃહસ્થો, વિદ્વાન, બ્રાહ્મણ, જુદા જુદા પંથના અનુયાયીઓ અને ગણિકા સુધ્ધાં હતાં. વાદી બ્રાહ્મણ પંડિત ઉપસ્થિત થયો, તેમ જ વાદનું બીડું ઝડપનાર પેલી પરિાજિકા પણ બીજી અનેક પઆિાજિકાઓ સાથે ઉપસ્થિત થઈ. સભામાં નક્કી કરેલ પોતપોતાને આસને બેસી ગયાં. બ્રાહ્મણ પંડિતે ઊભા થઈ સભાને સંબોધી કહ્યું કે હું એક સ્ત્રી સાથે વાદકથા કરવા તૈયાર થયો છું તે બાલચાપલ્ય જેવું સાહસ છે, કેમ કે પુરુષ સ્ત્રીને જીતે એમાં તો કોઈને કોઈ નવાઈ લાગતી નથી – સ્ત્રીઓ પુરુષથી હારે જ એવી લોકોની ચાલુ માન્યતા છે જ પણ જો સ્ત્રી પુરુષને હરાવે તો લોકોને નવાઈ લાગે અને લોકો હારેલ પુરુષની નિંદા પણ કરે કે જોયું, આ પુરુષ કેવો અધમ કે એને માત્ર રાંધણિયા બુદ્ધિ ધરાવનાર એક સ્ત્રીએ હરાવ્યો ! આથી જ સ્ત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાના સાહસને હું બાલચાપલ્ય જેવું સાહસ લેખું છું. તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બંનેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારનો શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પદ્રિાજિકાને પૂછ્યું, તો તેણે પણ પોતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે.
આ રીતે શરત નક્કી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબો અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પાિજિકાએ પણ આ સભા ઉપર પોતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નનો જવાબ આપ્યો. આ રીતે પહેલો દિવસ એકબીજાના પ્રશ્નોત્તરમાં પસાર થયો, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બંને ચર્ચામાં સરખાં જ ઊતર્યાં. આ રીતે સભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org