Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 228
________________ સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા - ૨૧૯ આખ્યાન – ૪ “શ્રાવિકાઓમાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉપલવણા શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તીમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી, તેથી તેનું નામ ઉખલવણા (ઉત્પલવણ) પાડવામાં આવ્યું હતું. એ ઉંમરલાયક થઈ ત્યારે એના સૌન્દર્યની કીર્તિ સાંભળી ઘણા રાજપુત્રો અને શ્રેષ્ઠિકુમારોએ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી પડ્યું. છોકરી જો પ્રવ્રજ્યા લે તો આપણે આમાંથી મુક્ત થઈ શકીએ. એવું વિચારી એણે છોકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે ?” આ સાંભળી છોકરીને અત્યંત આનંદ થયો અને એ ભિક્ષુણી થવા માટે તરત જ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી. કયારેક ઉખલવણણા સવારના પહોરમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપ્પલવણામાં બીક તથા લોમહર્ષ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યો અને બોલ્યો, “આ સુપુષ્ટપિત, શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છોકરી ! તને ધૂર્ત લોકોની બીક નથી લાગતી ?” ઉપ્પલવણા બોલી, “આ ઠેકાણે સેંકડો કે હજારો દૂતો આવે તો – પણ તેઓ મારો એક વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હે માર ! જો કે હું એકલી છું, છતાં તારાથી બીતી નથી. મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છું અને હું સર્વબંધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (બૌદ્ધસંઘનો પરિચય, પૃ. ૨૬ ૧) આખ્યાન - ૫ મગધદેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાયપનો જન્મ થયો. એનું નાનપણનું નામ પિપ્પલી હતું. એ મોટો થયો ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને માતૃપ્રેમ એ બેના સાણસામાં બિચારો સપડાયો. છેવટે એક સોનીને હજાર મહોરો નિષ્ક) આપી એણે એક સોનાની ઉત્તમ સ્ત્રી–પ્રતિમા બનાવરાવી અને એને વસો, દાગીનાઓ અને ફૂલોથી શણગારી માને કહ્યું, “જો આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું.” કાશ્યપ ધારતો હતો કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ, પણ એની મા ઘણી ખટપટી હતી. એણે આઠ હોશિયાર બ્રાહ્મણોને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશોદેશ મોકલી આપ્યા. તે વખતે મદ્રદેશની સ્ત્રીઓ સૌન્દર્ય માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણો પહેલાં એ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણપ્રતિમા નદીકાંઠે મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગોત્રના એક બ્રાહ્મણની દાસી એની (બ્રાહ્મણની દીકરી ભદ્રાને નવડાવી જાતે નાહવા માટે નદીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260