________________
સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા - ૨૧૭ યમ – દેવોના જે સ્પશો ચારો) અહીં ફરે છે તે ઊભા રહેતા નથી, આંખ મીંચતા નથી. હે આહન્તર્ મર્યાદા તોડનારી) મારાથી અન્યની સાથે શીઘ્રતાથી તું જા. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮)
યમી - આને રાત્રિઓ અને દિવસો આપે. સૂર્યનું ચક્ષુ ફરી ફરી ઉદય પામે. ધીમાં અને પૃથ્વીમાં સમાનબધુ મિથુન થાય (જોડાય). યમી યમનું સગપણને ન છાજતું (કૃત્ય) ધારણ કરે. (૯)
યમ – એવા ઉત્તમ યુગો આવશે જેમાં સગાંઓ સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે વીર્યના એક કરનાર માટે) બાહુને ઓશીકું કર. હે સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઇચ્છ. (૧૦)
યમી – જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય ? જ્યારે નિર્ઝતિ (નાશ) આવે ત્યારે બહેન હોય? કામથી મૂઢ થઈ હું આ બહુ લવું છું. શરીર વડે મારા શરીરનો સંપર્ક કર. (૧૧).
યમ – હું તારા શરીર સાથે શરીરનો સંપર્ક નહિ કરું. જે બહેનને જાય સંગ કરે) તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કર. હે સુભગે ! તારો ભાઈ આ ઇચ્છતો નથી. (૧૨)
યમી – હે યમ ! તું બાયલો છે. તારા મનને અને હૃદયને અમે ન જાણ્યું. કેડનો પટો જેમ જોડાયેલાને, લિંબુજા વેલી) જેમ વૃક્ષને તેમ તને બીજી આલિંગન કરશે. (૧૩)
યમ – અન્ય તને અને તે અન્યને આલિંગન કર – લિંબુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઇચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ)
(૧).
આખ્યાન – ૨ ભગવાન ઋષભદેવના પ્રધાન બે પુત્રો નામે ભરત અને બાહુબલિ (ઓરમાન) હતા. ભરતની સહોદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહોદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. સુંદરીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દિક્ષા લેવામાં ભારતનો નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રવિકા જ રહી.
ઘણા લાંબા કાળની દિગ્વિજય યાત્રા કરી પાછા ફર્યા બાદ ભારતે પોતાના બધા સંબંધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારીઓ સૌથી પહેલાં સુંદરીને ભારત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીઓને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજભંડારમાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારકોની કમી છે ? શું ચિકિત્સકો નથી ? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે ! અધિકારીઓ બોલ્યા: પ્રભો ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તો જ્યારથી આપ દિગ્વિજય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org