Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 221
________________ ૨૧૨ • પરિશીલન તેજસ્વિતા અને રાષ્ટ્રીય સ્વમાનનો પુરાવો સંસ્મરણ નં. ૮થી ૧૪ સુધીમાં એવો મળે છે કે તેમાં દાદાનું હીર તરી આવે છે. તેમણે જે રીતે વિદ્યાર્થીઓની લડત અને હડતાળનું સંચાલન કર્યું, જે સાવધાનીથી લોકમતને પોતાને પક્ષે વાળ્યો અને જે હિંમત તેમ જ બહાદુરીથી તે વખતના કેળવણીપ્રધાનની સાન ઠેકાણે આણી એ બધું વાંચનારને એમ જરૂર થઈ આવવાનું કે પરરાજ્ય કે સ્વરાજ્યમાં કોઈ પણ અન્યાય કે જોરતલબી સામે સત્યાગ્રહમૂલક લડત લડવાની હોય તો તેની આગેવાની લેવાનું ખમીર દાદાસાહેબમાં અવશ્ય છે. દાદામાં તેજસ્વિતાની જેમ ધાર્મિકતા પણ ઊંડી છે. આની જીવંત પ્રતીતિ પંઢરપુરનું શ્રી વિઠ્ઠલમંદિર હરિજનોને માટે ખુલ્લું કરાવવા શ્રી સાને ગુરુજીની જહેમત, મંદિરના પગથિયા પાસેથી જ પોતે કરેલું દર્શન, દિવસ-રાત ચાલેલી મંત્રણાઓ તેમ જ હરિજનપ્રવેશનો ઠરાવ અને સાને ગુરુજીનાં પારણાં – આ ચાર પ્રકરણોમાં થાય છે. કટ્ટર પૂજારીઓના એક આગેવાન સાથે દાદાને થયેલી પ્રશ્નોતરી પ્રકરણ ૪૯માં છે તે તથા છેલ્લા પ્રકરણ પરમાં ગાંધીજીને પાઠવેલ પત્ર વાંચનાર દાદાની સત્યનિષ્ઠ વકીલાતનો નમૂનો જોઈ શકશે. દાદાએ જે જે કામમાં હાથ નાખ્યો છે ત્યાં સર્વત્ર તેમને કેવો જશ મળ્યો છે અને ગાંધીજીએ તેમને કેટલા સદ્દભાવથી અપનાવ્યા છે એ બધું તમામ સંસ્મરણોમાં તરી આવે છે. દાદા એવા વિનમ્ર છે કે જરૂર પડે ત્યાં વડીલોની સલાહ લેવાનું ચૂકતા નથી. તેથી જ ગાંધીજીની પેઠે સરદારની પણ દોરવણીનો લાભ લેતાં તેઓ ચૂકતા નથી. આ સંસ્મરણોમાં એક મહત્ત્વની વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દાદાસાહેબનાં માતુશ્રી અસાધારણ હૈયાઉકલતવાળાં અને હિંમતવાળાં છે. જ્યારે મૂંઝવણ પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે દાદા માતુશ્રીને પૂછે છે, ને માતુશ્રી પણ એવાં કે પુત્રમોહમાં તણાયા સિવાય કર્તવ્યને અનુરૂપ જ પોતાનો નિર્ણય આપે છે. દાદાએ “સંસ્મરણો લખવાનું પ્રયોજન અનુભૂત જીવનપ્રસંગોમાં ડોકિયું કરી તે સાથે તાદાત્ય સાધવા દ્વારા સ્વસંતોષરૂપે દર્શાવ્યું છે. એ વાત અંતર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની બીજી બાજુય છે અને તે વાચકોની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયોજન આત્મસંતોષ હોય તોય વાચકનું પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દર્શાવેલું પ્રયોજન બહિર્મુખ દૃષ્ટિ એ વાચકોના પરિતોષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણો બીજી વાર સાંભળ્યાં તોય મને જરાય કંટાળો ન આવ્યો; ઊલટું, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણો દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તો શ્રી નરહરિભાઈ લખે છે કે શ્રી દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગને બહુ ઉપયોગી, રસપ્રદ અને બોધક લાગશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260