________________
૨૬. સંસ્મરણોની સમાલોચના
પ્રસ્તુત પુસ્તક સંસ્મરણો ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું “દાદાસાહેબ' ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર. મધ્યવર્તી લોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે લોકપ્રિય છે કે તેમને વિશે કશો વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી.
દાદાસાહેબે “માનવતાનાં ઝરણાં', My Life at the Bar' “કાંહી પાઉલેં' વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુસ્તકરૂપે સ્મૃતિઓ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ સ્મૃતિઓનું સંકલન છે. એ સ્મૃતિઓ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની દોરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગોની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવનપ્રસંગો પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, “આ પુસ્તકની ગૂંથણી ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રોની આસપાસ કરી છે. એ પત્રો આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્રો લખ્યા અને એ પત્રોની એમના જીવન ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણવ્યું છે.'
ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી, પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાઓથી વધારે ચડિયાતી અને વધારે મૂલ્યવતી ધન્યતા તો તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું છે. આ મારું અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મંતવ્યની કસોટીએ જોઈએ તો દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણો એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકોઈ સમજદાર વાચકને સંસ્મરણો' વાંચ્યા પછી થયા વિના નહિ રહે એમ હું સમજું છું.
દાદાસાહેબના જીવનનાં અનેક પાસાં છે : અધ્યયન, ગાઈથ્ય-જીવનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વવાતમાં આવી માતબર સંસ્થાઓમાં પ્રમુખપદ સુધીની જવાબદારીવાળો કાર્યભાર, મોટા સંકટપ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org