________________
૧૦૬ • પરિશીલન ઉપર કામ કરે છે. તે સમયે મનનો ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતો. તે સમયે મનમાં નિષ્કિયતા કે કુંઠિતતાના સંચારનો સંભવ જ નથી હોતો. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે બીજાં બધાં સાધનો ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુર્બળથી દુર્બળ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સંત, મહંત, મહાત્મા તથા ઈશ્વરના અવતાર જેવી બનાવે છે.
ઉપરના વર્ણનથી અત્યાર સુધી એટલું તો ફલિત થયું છે કે માનવીય વિકાસનો એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કોઈ એક ભાવથી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા શુદ્ર ભાવોથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મોહ, સ્નેહ, ભય, લોભ વગેરે ભાવો પહેલા પ્રકારના છે એ જીવનશક્તિનો યથાર્થ અનુભવ એ બીજા પ્રકારનો ભાવ છે.
હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાબદારીના પ્રેરક, ઉપરના બે પ્રકારના ભાવોમાં પરસ્પર શો ફરક છે, તથા જો પહેલા પ્રકારના ભાવો કરતાં બીજા પ્રકારના ભાવોમાં શ્રેષ્ઠતા છે તો તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તો પછી ઉપરના બેઉ પ્રકારના ભાવો ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓનો ફરક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે.
મોહમાં રસાનુભૂતિ છે તથા સુખસંવેદન પણ થાય છે, પરંતુ તે એટલું બધું પરિમિત અને એટલું બધું અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની તો શી વાત, એના પ્રત્યેક અંશમાં શંકા, દુઃખ તથા ચિંતાનો ભાવ ભરેલો હોવાને કારણે ઘડિયાળના લોલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધારો કે યુવક કે યુવતી પોતાના પ્રેમપાત્ર પ્રત્યે ધૂળ મોહને કારણે ખૂબ જ દત્તચિત્ત રહે છે; એની પ્રત્યે કર્તવ્ય પાળવામાં કોઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એમને રસાનુભવ તથા સુખસંવેદન પણ થાય છે. તોપણ ઝીણવટથી પરીક્ષા કરવામાં આવે તો જણાઈ આવશે કે તે સ્થળ મોહ જો સૌંદર્ય કે ભોગલાલસામાંથી ઉત્પન્ન થયો હશે તો કોણ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે ઓછો થઈ જશે કે બીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં બીજું કોઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરફ ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતું હતું, તેની ગતિ તથા દિશા બદલાઈ જશે. બીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર યોગ્યરૂપે ચાલી નહિ શકે તથા મોહનો રસાનુભવ, જે કર્તવ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યો હતો. તે રસાનુભવ, કર્તવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા મોહવશ થઈ પોતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પોતાનું જે કાંઈ પણ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org