________________
અનધિકાર ચેઝ • ૧૪૧ લલચાય અને જૈનેતર જગતમાં એનો પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક-પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકો.
આ અને આનાં જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખુએ પોતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યા છે. તેમણે જેનેતર સુલેખકો સામે જૈન કથાસાહિત્યમાંથી સારી સારી કથાવસ્તુઓ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિબંધનો નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તો કોઈ પણ કથા કે વાત ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકો પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવાનવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખએ બંને લક્ષ્યો કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યા છે એની સાબિતી એમના સાહિત્યનો વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જૈન પરંપરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યા જ કરે છે.
મેં ઉપર કહ્યું જ છે કે જયભિખ્ખું મુખ્યપણે જૈન કથાસાહિત્યનો આશ્રય લઈ અનેક સર્જનો કરતા રહ્યા છે, પણ આ ઉપરથી સહેજે એમ લાગવાનો સંભવ છે કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારો એ ભ્રમ ભાંગ્યો. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈનસમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતો પોતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તો પ્રસંગ-વર્ણનનું જમાવટ પૂરતું ધૂળ ખોખું છે. જ્યારે તે કોઈ સિદ્ધાંતની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પથમુક્ત દૃષ્ટિ જવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મપ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્નો કરતા જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મોળપ સામે જયભિખ્ખએ “ભાગ્યનિર્માણમાં ઠીક ઠીક ટકોર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે કે વિદ્વાનો અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને તે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પોતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પંથો પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમગનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કોઈ એક જ પંથના વાડાઓમાં પણ ક્લેશદ્વેષનો દાવાનળ પ્રગટ્યો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org