________________
૧૭૬ • પરિશીલન જૈનો કરતાં જૈનેતરો કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ બરાબર છે. જીવતો અનેકાંત આપણને જાગતા રહેવા, પોતાની જાતને કે બીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પોતાના સંપ્રદાય વિશે તેમ જ બીજા સંપ્રદાયો વિશે જે અઘટિત વિધાનો કર્યા કરીએ છીએ તેથી બચતાં રહેવું એ આપણો પ્રથમ ધર્મ છે.
હવે આપણે તપાસવાનો છેલ્લો મુદ્દો બાકી છે કે જીવતો અનેકાંત સામુદાયિક દૃષ્ટિએ જૈન પરંપરામાં ક્યારેય હતો અને આજે પણ છે? આ પ્રશ્નનો જવાબ લાગે છે તેવો અઘરો નથી. એમ તો દરેક જૈન માને અને કહે જ છે કે અનેકાંત એ મુખ્ય જૈન સિદ્ધાંત માત્ર તાત્ત્વિક જ નહિ, પણ વ્યાવહારિક સુધ્ધાં છે. એનો અર્થ એ થયો કે તત્ત્વજ્ઞાનના વિચાઅદેશમાં અગર જીવનના પ્રત્યેક કાર્યક્ષેત્રમાં જો અનેકાંતનો ઉપયોગ થાય, તો તે બીજી કોઈ પણ દૃષ્ટિ કરતાં વધારે સલામત તેમ જ ઉપયોગ કરનારને વધારેમાં વધારે સમાધાનકારક નીવડે છે. આપણે જૈન પરંપરાનાં બધાં જ ક્ષેત્રોમાં આ કસોટી લાગુ પાડી જોવું જોઈએ કે અનેકાંતદષ્ટિએ તેમાં કેટલો જીવંત ફાળો આપ્યો છે ને અત્યારે કેટલો ફાળો આપે છે.
જીવનના ધર્મ, કર્મ, સાહિત્ય, સમાજ અને રાષ્ટ્ર એટલા વિભાગો કરી વિચાર કરીએપ્રથમ આપણે જોઈએ કે જૈન પરંપરાના ધાર્મિક જીવનમાં અનેકાંતનું સ્થાન શું રહ્યું છે ને અત્યારે શું છે? ભગવાન મહાવીર પહેલાંના સમયની વાત જતી કરીએ. માત્ર તેમના પછીનો આજ સુધીનો ધાર્મિક ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ જણાશે કે અનેકાંતને પોતાના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત તરીકે સ્થાપનાર આચાર્યો કે વિદ્વાનો પોતાના જીવનમાં અનેકાંત ભાગ્યે ઉતારી શક્યા છે. એના પુરાવા વાસ્તે બહુ દૂર જવું પડે તેમ નથી. દિગંબર અને શ્વેતાંબર બે મુખ્ય ફિરકા તરફ પ્રથમ નજર કરો. શ્વેતાંબર ફિરકામાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે દિગંબરોને જુદું જ રહેવું પડે ? અગર દિગંબરોમાં એવી કઈ બાબત છે કે જે શ્વેતાંબરોને અલગ રાખે ? કોઈ ઉત્કટ ત્યાગી દિગંબર ફિરકામાં થયો હોય, તો શું તેવો ત્યાગી શ્વેતાંબર ફિરકાએ નથી જન્માવ્યો ? શ્વેતાંબર ફિરકાના વસ્ત્રધારણથી શિથિલતા આવતી જ હોય, તો દિગંબર ફિરકામાં શિથિલતાનું નામ પણ હોવું ન જ જોઈએ. દિગંબર શાસ્ત્રો અને શ્વેતાંબર શાસ્ત્રો વચ્ચે ઓળંગી ન શકાય એવી ખાઈ તો શું એક લીટી પણ નથી કે જે બંનેને મળતાં, એકરસ થતા રોકે. જે બંને ફિરકાઓ આખા જગતને સુખ અને શાંતિ પૂરાં પાડનાર તરીકે અનેકાંતનો ઉપદેશ કરવા નીકળ્યા છે ને પહેલેથી જ બંને ફિરકાના વિદ્વાનો શાસ્ત્રોમાં અનેકાંતનું નગારું વગાડતા આવ્યા છે, તે બંને ક્યારે પણ મળ્યા છે ખરા ? અનેકાંતે તેમને અરસપરસ ભેટવ્યા છે ખરા? તેમના તીર્થકલહો અનેકાંતે પતાવ્યા છે ખરા? જે ફિરકાઓ કે જે ફિરકાના અગ્રેસર વિદ્વાનો અને આચાર્યો પોતાની અંદરના તદ્દન સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org