________________
૧૮૨૦ પરિશીલન
છીએ કે જૈન સમાજના અહિંસોપાસકોએ આ પ્રવૃત્તિને છેક જ અવગણી છે. જે દેશમાં જન્મવું, રહેવું અને નભતું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડનો પ્રશ્ન આવે અને તે પરત્વે પોતાનું રૂઢ વર્તન બદલવાનો પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાતો કરી કે બીજો તર્કવાદ ઉપસ્થિત કરી પોતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંત મૃત્યુઘંટ નહિ તો શું છે ?
જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવતો આવ્યો છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શક્ય જ નથી. એટલે જૈનસમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તો ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલો જ છે કે પરાણે, અણસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતો તેજસ્વી કે નથી બનતો પ્રાણપદ, જૈન પરંપરાએ જો લાંબા કાળ લગી અનેકાંત વિચારો સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પોપ્યું હોય, તો બીજા બધા સમાજો કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાંતના પાલનની કોઈ આશા સેવે, તો એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એવો પ્રાજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ જીવતી અનેકાંતદૃષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હોય અને તે આપણી સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તો એમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ જીવે છે ?
– શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉદ્ભુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org