________________
૧૬ • પરિશીલન વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિનો વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતો હોય, ગુજરાતી ગુજરાતી વિશે અને મહારાષ્ટ્ર મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પોતપોતાની ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતો કે આ લાગણી અને રાષ્ટ્ર સાથેની પોતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમ કે, હું સમજું છું ત્યાં સુધી, એકતા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તો હિંદની વિચારસરણીનો પાયો છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીઓ વઢી મરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પોતે વિશાળતર સમસ્તનો એક અંશમાત્ર છે...
હિંદમાં પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાથી ભેદો અથવા તાત્ત્વિક અલગપણાની લાગણી વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. ખરેખર તો, જો હું રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલો ટાંકું તો, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તોપણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તો ખાસ અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગ્ગજો હંમેશાં પ્રાન્તોના સીમાડા ઓળંગી જાય છે. જો એક ભાષા વિકસે તો એ જરૂર બીજીને વિકસવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તો જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિયો કરે છે તેમની સામે મારે મોટી ફરિયાદ
“જો ભાષાનો પ્રશ્ન હિંદની એકતાનો ધ્વંસ કરે તો એમાં ભાષાનો દોષ નહિ હોય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણી મોરચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓનો દોષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષાઓ જાતે થઈને કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ દોરી જતી નથી”
“ભાષાઓના પ્રશ્રની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તો આખરે તો તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એકસમાન જીવનદૃષ્ટિ કે નીતિનાં સમાન ધોરણો છે કે કેમ ? જો એમાં મોટા ભેદો હોય તો એ ભેદો ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામો સરજે. જો આપણામાં સદ્વર્તનનાં સમાન ધોરણો હોય તો આપણે ખુશીથી એકઠા રહી શકીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org