________________
ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૫ આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વાંધો હોવો ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત્ હિંદી-હિંદુસ્તાનીનો અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજનો અને સંશોધનનો લાભ આખા દેશને એકસરખો મળતો રહે એટલા ખાતર તેમ જ નોકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે હ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણાવાનો દાવો રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પોતાના પ્રદેશની ભાષા એમ બે ભાષા ગોછામાં ઓછી નાખવી રહેશે.”
પણ એમણે પણ વિદ્યાપીઠોમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એવો આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે, દેશભરમાં વિદ્યાપીઠો ભલે હિંદની સમાન ભાષાને પોતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હોય તો તેમનામાંના ઘણાખરાનો હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના છૂટકો નહિ થાય.” વળી કહ્યું છે, વિશ્વવિદ્યાલયોમાંથી નીકળનારા જે વિદ્યાર્થીઓ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સૌને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આશય પાર પાડવો હોય તો માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉપરના ધોરણના અભ્યાસક્રમમાં હિંદની સમાન ભાષાને વીની ભાષાના નિયત વિષય તરી બધા પ્રાંતોમાં રાખવી પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈશે.”
આ પ્રસંગે, ૧૯૪૫માં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી ૫. જવાહરલાલ નેહરુએ જે મનનીય વિચારો પ્રગટ કર્યા હતા તે ટાંકવાનો લોભ જતો કરી શકતો નથી : “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાન્તીય સાહિત્યોનો વિકાસ” એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતો. પં. જવાહરલાલે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા થોડીક વધી હોય કે પ્રાન્તીયતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org