________________
૧૭૮ • પરિશીલન નજીવી બાબતમાં પણ શ્વાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાનો જો પોતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનનો દાવો કરે, તો એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પોતાને જોવા ના પાડે છે, એમ જ કહી શકાય.
કર્મપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર જૈનો કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત કયાં લગી પોષ્યો છે ? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તો કઈ ચીજ વિના અને શેના વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેનો એક જ ધંધો શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસ્ય જાય છે. તે ધંધો છે વ્યાપાર કે નોકરીનો. શું જેનોને ખેતીની જરૂર નથી? શું વહાણવટા કે વિમાની સાહસોની જરૂર નથી? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી? શું તેમને પોતાની સ્વચ્છતા માટે ને પોતાના આરોગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યનો જ ભોગ લેવો ઘટે ? આપણે જેને લોકોનો ધંધો અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિનો વિચાર કરીશું, તો આપણને સ્પષ્ટ જણાશે કે જેનો ધંધાના ક્ષેત્રની બાબતમાં એકાંતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળો અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતનો વિચાર માત્ર વિદ્વાનો ને ધર્મગુરુઓ પૂરતો જ છે, એમ એમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે.
સાહિત્યનો પ્રદેશ લઈએ. જેનોનો દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દૃષ્ટિ બીજી એકેય નથી, અને છતાંય આપણે હંમેશાં માત્ર ગૃહસ્થ જૈનોને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જૈનો સુધ્ધાંને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાણી પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનોનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ. જે અનેકાંતદષ્ટિ અનેક બાજુઓથી અનેક વસ્તુઓનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સંચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદષ્ટિની હિમાયત કરનાર વર્ગમાં જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા-ઉપાસનાની બાબતમાં આટલું બધું પામરપણું દેખાય, ત્યારે એમ કયો માણસ માની શકે કે જૈન પરંપરામાં અનેકાંતદષ્ટિ જીવતી છે ?
હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજનું મૂળ લગ્નસંસ્થા છે. એનો અસલી ઉદ્દેશ એ છે કે માણસ પોતાની શક્તિના નિરંકુશ આવેગોને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેનો એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરોત્તર વધારે અસ્પૃદયવાન બને. આ ઉદ્દેશાની દષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણ પવિત્ર તેમજ આશીર્વાદરૂપ પણ છે. જો એથી વિપરીત માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org