________________
બિંદુમાં સિંધુ ૭ ૧૫૯ મનમાં ને મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુના જીવનમાં બને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિઓ, પૂજાના ક્રિયાકાંડો ઇત્યાદિ બધું જ આપણ સહુને નાની ઉંમ૨થી એક અથવા બીજી રીતે પ્રાપ્ત થાય છે, પણ એની બાલ્યકાલીન છાપો કેટલાનાં મનમાં ઊઠે છે ? અને ઊઠતી હોય તો તે છાપોને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કોણ શોધે છે ? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સર્વકાલીન ધર્માનુભવ કોણ તારવી શકે છે ? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈએ છીએ. ‘સ્મરણયાત્રા’માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવો યાદ કર્યાં છે. તેના ઉ૫૨ પ્રૌઢ ઉંમરની ટીકાઓ પણ કરી છે, પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તો સાવ શૈશવ અવસ્થાથી માંડી પોતાનાં સ્મરણોની યાત્રા કરી છે. જ્યારે તેઓ શિશુ હશે, કિશોર હશે, કુમા૨ હશે, તરુણ હશે, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ હશે ત્યારે પણ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારો અને અનુમાનો સૂઝ્યાં; શાસ્ત્રીય તુલનાઓ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિબીજનો અત્યાર લગીનો થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યો. જો એમની મનોભૂમિમાં પડેલ સ્મૃતિબીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હોત તો આ યાત્રા આપણને સુલભ ન
થાત.
સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણ અને જિજ્ઞાસા – એ બધાંનાં બીજો તેમને જન્મસિદ્ધ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને ફૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાર્યકારણભાવના પ્રવર્તતા નિયમનો ખુલાસો કરે છે.
કાકા પોતે ‘જીવનપરંપરા’ મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ વિશેની અનેક કલ્પનાઓ આપી અત્યારનું પોતાનું વલણ રજૂ કરે છે. એ ગમે તેમ હો, પણ એટલું નિર્વિવાદ સત્ય છે. કે નાસતો વિદ્યતે માવઃ । જૈ અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ બીજ અવશ્ય હોય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજો તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં.
કાકા કવિ છે, કળાકાર છે, કર્મશિલ્પી છે, નિર્માણસ્થપતિ છે, તત્ત્વજ્ઞ છે, વિવેચક છે, ભોગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે – એમ અનેક છે'નું ભાન આ યાત્રાનાં લખાણો, તેમનાં બીજાં લખાણોની જેમ જ, કરાવે છે, પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તો એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગોમાંથી જીવસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કા૨ તારવ્યો છે અને તે જે રીતે તારવ્યો, જે રીતે પચાવ્યો અને જે રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org