________________
જીવતો અનેકાંત • ૧૭૩ સત્યો જોતો નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામો આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવાં હોય તો આ પ્રમાણે નોંધી શકાય :
(૧) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની કોટિમાં મૂકે છે.
() તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્ત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછો પડે છે.
(૩) તેને જે વાત પોતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હોય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પોતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તો સ્વીકારતો જ નથી અને સ્વીકારે તોય તે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતો નથી.
() તેને એક અથવા બીજી રીતે પોતાની માન્યતાઓનું શ્રેષ્ઠપણું–પછી તે વાસ્તવિકતામાં હોય કે નહિ-લોકોમાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતોનેતેટલા જ કીમતી અનુભવોને, બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે.
(૫) તે આચરણમાં ગમે તેટલો મોળો હોય, પોતાની બધી જ નબળાઈઓ જાણતો પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરીઓ જાતે અનુભવી વ્યક્તિગત દૃષ્ટિએ સ્વીકારતો પણ હોય, છતાં તેને પોતાના સંપ્રદાયનાં પ્રવર્તકો, આગેવાનો કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને બીજા સંપ્રદાયોનાં પ્રવર્તકો, આગેવાનો અને શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતનો છૂપો રસ વહે અને જાહેરમાં તે લઘુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન-મંડન ને વાદવિવાદ જન્મે. - આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બંને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલો છે. અનેકાંત અને સ્યાદ્વાદ એ બંને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈનો જ નહિ, પણ જેનેતર સમજદાર લોકો જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંત-સંપ્રદાય તરીકે ઓળખે – ઓળખાવે છે. હંમેશાંથી જે લોકો પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને તેની ભવ્યતા, ઉદારતા તેમજ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org