________________
૧૫૦૦ પરિશીલન મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણી, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. એથેન્સ અને સ્માર્ટીના સંઘર્ષને પરિણામે સોક્રેટિસનો અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની કર્તવ્યદિશા કેવી બદલાઈ જાય છે તેનું હૂબહૂ મનોહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કોલિય અને શાકયના સંઘર્ષે અહિંસા અને નિર્વેરની ભાવના વિકસાવવા જેમ બુદ્ધને જગાડ્યા, અને બુદ્ધ મારફત જગતને એક નવો જ સંદેશ મળ્યો, તેમ સૉક્રેટિસના જાગેલા અંતરાત્માએ એથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાંતિકારી નવો પાઠ શીખવ્યો. તે પાઠ એટલે સાચી સમજણ. જેને આર્યલોકો સમ્યગ્દષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટિસ સાચી સમજણ કહે છે. સોક્રેટિસની સાચી સમજણ એ પરોક્ષ સમજણ નથી, પણ અન્તઃ પ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ . સમજણ છે. એટલે તેની સાથે અનિવાર્યપણે અનુરૂપ શીલ આવે જ છે. તેથી જ સૂત્રતામાં ભગવાન મહાવીરનો અનુભવ નોંધાયેલ છે કે – “સમરવું તે મોળ, મો સમ્પરમેવ ર” એટલે સાચી દૃષ્ટિ યા સાચી સમજણ એ જે મૌન યા મુનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણ છે. બંનેનો અભેદ છે. સાચા અંતર્મુખ સંતોમાં સમજણ અને શીલ એ બે વચ્ચેનું અંતર માત્ર શાબ્દિક હોય છે, તાત્ત્વિક નહિ. આંખ ને જીભ જેવી જુદી જુદી ઇન્દ્રિયોથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બંને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેનો અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીઠાશ એ બંને તત્ત્વતઃ જુદાં છે. જેમ એ બંને તત્ત્વતઃ એક છે, માત્ર ઇન્દ્રિયજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમજ અંદરથી ઊગેલ સાચી સમજણ અને શીલ એ બંને તાત્ત્વિક રીતે એક જ છે. સોક્રેટિસ સાચી સમજણ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતો નહિ. એને પરિણામ એની સામે ક્રાઈસ્ટની જેમ મૃત્યુ આવ્યું. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસોટી. આવી રોમાંચક, બોધક અને ઊર્ધ્વપ્રેરણા આપતી સોક્રેટિસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનું પહેલું વહેણ છે.
આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબ્દીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે, પણ જેમ સૉક્રેટિસ એના અંતર્બળને કારણે માત્ર ગ્રીસનો ન રહેતાં માનવજાતનો માન્યપુરુષ બન્યો, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય બનવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સોક્રેટિસને વિશ્વમાન્ય થતાં વખત ઘણો લાગ્યો, કેમકે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું, જ્યારે પરમહંસદેવ તો થોડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષામાધ્યમની સુલભતાને કારણે. જો સ્વામી વિવેકાનંદ જેવો સમર્થ સંન્યાસી પણ અંગ્રેજી ભાષા જાણતો ન હોત તો પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. રોમા રોલાં જેવાએ પરમહંસ વિશે ઉદાત્તભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org