________________
૧૫ર • પરિશીલન
પ્રવૃત્તિઓમાં એમના જીવનકાળ દરમિયાન જ પ્રત્યક્ષ ભાગ લીધેલો અને ગાંધીજીની જીવનદષ્ટિને પોતાની રીતે અમલમાં મૂકનાર તપસ્વી નાનાભાઈ ભટ્ટ જેવાની દીર્ઘકાલીન શીતલછાયાને આશ્રયે ચાલતી પ્રજા-ઉત્થાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પહેલેથી અત્યાર લગી સતત જોડાયેલા રહ્યા છે, અને શિક્ષણ તેમ જ વ્યવહારમાં ગાંધીજીની જીવનદષ્ટિ, વિચારસરણી તેમ જ વ્યવહારપદ્ધતિઓને તટસ્થ અને વિવેકી અધ્યાપકની અદાથી કસોટી ઉપર ચઢાવતા રહ્યા છે. તેથી જ્યારે લેખક ગાંધીજી વિશે લખે છે ત્યારે તેમાં પ્રત્યક્ષ પરિચય અને સ્વાનુભવનું પૂરેપૂરું બળ છે. આ વસ્તુની પ્રતીતિ લેખકના એકેએક વિચાર અને વિધાનમાંથી મળી રહે છે.
ગાંધીજીના જીવનના એકેએક પાસાને લઈ લેખકે તેનું સ્પષ્ટીકરણ અને વ્યાકરણ કર્યું છે. જેમ હું પોતે મક્કમપણે માનું છું કે ગાંધીજી એટલે જીવતી ગીતા અથવા ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો સુગમ સમન્વય, તેમ લેખક પણ એવી જ કોઈ વિવેકપૂત શ્રદ્ધાને બળે ગાંધીજી વિશે સર્વગ્રાહી નિરૂપણ કરવામાં મારી દૃષ્ટિએ પૂરેપૂરા સફળ થયા છે.
માતૃભાષાનું માધ્યમ, ગ્રામરચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, કોંગ્રેસ અને રાજકીય પક્ષોના સંબંધો, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણી વગેરે જે જે સેરો ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચન-
ચિત્તન ઉપરાંત સ્વાનુભવનો પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે.
ગાંધીજી પછી કર્મયોગપર્યવસાયી અહિંસાની જીવંતમૂર્તિસમા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તો વિનોબા અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓનો સરવાળો એકમાત્ર “ભૂમિદાન’ શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દષ્ટિ વિનોબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ યોગ આપ્યો છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેનો સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યો છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યક્તિ ગાંધીજીની જીવનદષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાનો સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળોને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યક્તિ વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતનો એક ભાગ ગણાવો જોઈએ.
પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક અને મનુભાઈ પંચોળીના નામે જાણીતા છે. તેમનાં લખાણો વાચકોમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org