________________
૧૬. અનધિકાર ચેષ્ટા
પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સાંગોપાંગ વાંચીશું અને વિચારીશું, પણ એ અવસર આવ્યો જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. નૉવેલ, ઉપન્યાસ, કાંદબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાડ્મય મેં સાંભળ્યું જ નથી એમ કહું તો જરાય અત્યુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયો છું. તે – અનધિકાર ચેષ્ટા – નો ખુલાસો અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણો અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેનો કથા-વાર્તાનો વારસો છે. નાનામોટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક કાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તોય જણાઈ આવશે કે કુટુંબનાં બાળકો અને વડીલો વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદો નાનાંમોટાં પોતાનાં બાળકોને વાતો ન કહે, તેમનું મન નવાનવા વિષયોમાં ન કેળવે, તો એ બાળકો ભાષા વિનાનાં અને વિચાર વિનાનાં પશુ જ રહે. વડીલોને પોતે જાણેલી વાતો કે હકીકતો કહ્યા વિના ચેન નથી પડતું અને ઊછરતાં બાળકોને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યો અને કેળવ્યો છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે.
જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયો પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શોધાતાં તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરળ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાં એકસરખી રીતે ઉપયોગી થાય, કંટાળા વિના વધારે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org