________________
૧૩ર • પરિશીલન વધારે જિજ્ઞાસા પોષ્ય જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાનો
અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલો જૂનો અને જેટલો વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે. - સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક – કોઈ પણ બનાવ કે ઘટના હોય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટે ભાગે કથાવાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કોઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી.
કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતો. ત્યારે પણ મુંબઈ દેખો, કાશી દેખો, દેખા મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકોની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલીપુત્રો – ચિત્રપ્રદર્શકો હતા. નાટક ભવાઈ તો હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે.
જ્યાં આવી લોકપ્રિયતા હોય, ત્યાં તેનો વાહક એક વિશિષ્ટ વર્ગ હોવાનો જ. વ્યાસો માત્ર કથા જ ન કરતા કે પુરાણો જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેનો પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટોની કોમનું તો એ જ કામ ! ભોજક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર (ઘર) છોડી અનગાર ભિક્ષાજવી) થયેલા તેવા અનેક પ્રકારનાં શ્રમણો પણ પોતાની સમગ્ર પ્રવૃત્તિ અને લોકસંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પોષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તો બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરોવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે.
વાર્તાનો સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સ્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવો આકર્ષક વાર્તા-મહેલ ઊભો કરે છે. પછી લોકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લોકચિ નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org