________________
૧૪ • પરિશીલન
આપણે બીજા દેશોની વાત કરવા કરતાં આપણા દેશને જ સામે રાખીને વિચાર કરીએ તો વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી થશે. આપણા દેશમાં આ વાત તો આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જેઓ ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સંપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મંદ હોય છે, મોટા મોટા ધનવાનોનાં સંતાનોને જુઓ, રાજપુત્રોને લો કે જમીનદારોને જુઓ. તમને જોવા મળશે કે બહારનો ભપકો કે દેખાવ માટેની ર્તિ હોવા છતાં તેઓમાં મનનો, વિચારશક્તિનો તથા પ્રતિભાનો વિકાસ ઓછામાં ઓછો હશે. બહારનાં સાધનોની એમને કમી નથી, અભ્યાસનાં સાધનો પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધનો એમને યથેષ્ટ હોય છે, છતાં પણ આ વર્ગનો માનસિક વિકાસ એક રીતે બંધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એવો વર્ગ લઈએ કે જેને વારસામાં કોઈ સ્થળ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની બીજી કોઈ વિશિષ્ટ સગવડો પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનોવિકાસવાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તફાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હોવું તો એમ જોઈએ કે જેઓને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેઓનો જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટું આવે છે. માટે આપણે શોધવું જોઈએ કે વિકાસનું મૂળ કારણ શું છે? મુખ્ય બાબત કઈ છે કે જે ન હોય તો બીજું બધું હોવા છતાં ન હોવા બરાબર બની જાય છે ?
ઉપરના પ્રશ્નનો જવાબ તદ્દન સહેલો છે. પ્રત્યેક વિચાર વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિઓના જીવનમાંથી મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ બીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે બીજાં બધાં વિકાસનાં સાધનોની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે ? મનનો વિકાસ એના સત્ત્વઅંશની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે;
જ્યારે રાસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રબળ થાય છે ત્યારે મનની વિચારશક્તિ – યોગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ – કુંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અંશ તથા તામસ અંશ બળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કોણ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક બધી ખરાબીઓ થાય છે? જ્યારે માણસ બિનજવાબદાર રહે છે ત્યારે તેની બિનજવાબદારીને લીધે તેના મનની ગતિ કુંઠિત થઈ જાય છે, તથા પ્રમાદનું તત્ત્વ વધવા માંડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત તથા મૂઢ અવસ્થા કહી છે. જેવી રીતે શરીર ઉપર ગજા ઉપરાંત ભાર લાદવાથી એની સ્કૂર્તિ તથા એનું સ્નાયુબળ કાર્યસાધક નથી રહેતું, તેવી જ રીતે રજોગુણથી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org