________________
વિકાસનું મુખ્ય સાધન • ૧૦૭ તે બધું અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ મોહનો ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સંકુચિત થઈ જાય છે, ધારો કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માતૃહીન હોય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર બાળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર બાળક પ્રત્યે કિર્તવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પોતાથી ઉત્પન્ન થયેલા પોતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનું કારણ શું છે? બાળક તો પહેલા કરતાં પણ વધારે સારું મળ્યું છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અર્પણ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર બાળક પણ માતા વિનાનું હોવાથી આવી બાળકની અપેક્ષા રાખતી માતાની પ્રેમવૃત્તિનું અધિકારી છે. તોપણ તે માતાનું ચિત્ત તે બાળક પ્રત્યે મુક્ત ધારાથી નથી રહેતું. એનું કારણ એક જ છે અને તે એ કે તે માતાની સર્વસ્વ ન્યોછાવર તથા અર્પણ કરવાની વૃત્તિનો પ્રેરક ભાવ કેવળ મોહ હતો, જે સ્નેહ હોવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતો. આ કારણથી તે માતાના હૃદયમાં એ ભાવ હોવા છતાં એમાંથી કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે - ખાધેલા, પણ નહિ પચેલા અન્નની જેમ – એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લોહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સ્નેહભાવની હોય છે. આપણે કોઈક સમયે ભયને કારણે રક્ષણને માટે ઝૂંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું. કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે – ભલે એ આક્રમણ પોતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય – એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પોતાના ઉપર અથવા આપણે જેને પોતાનો ગણ્યો હતો તેના ઉપર ભય ન રહ્યો, પણ જેને આપણે પોતાનો નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પોતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણા ઉપર આવેલ ભય કરતાં પણ પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણી ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવવાની કે બચાવવાની કેટલીય શક્તિ કેમ ન હોય, પરંતુ તે શક્તિ જો સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તો જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તો ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરોપનાં તથા બીજાં રાષ્ટ્રો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિસીનિયાએ સેંકડો વિનંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org