________________
૧૨૪ • પરિશીલન પણ અહીં તો હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ઘડતર અને ચણતરનું લખાણ એ અનુભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રજ્ઞાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનુવંશિક સંસ્કાર કેટલો ભાગ ભજવ્યો છે, કેટલો સ્વપ્રયત્ન, કેટલો સત્સહવાસે અને કેટલો ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જો આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હોત; જો જ્ઞાતિજનો, ગોઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હોત, તો વાચક નાનાભાઈના ઘડતર અને ચણતરની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ, પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શકત.
એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગરના મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેનો અસ્વીકાર કરતાં તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ના ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગો છો ?” આવા ઉદ્ગારો કાઢનાર ત્રિકમબાપા ગગા ઓઝાએ દક્ષિણામાં રેશમી કોરનું આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિયું વેચી પૈસા ઉપજાવવાના લોભની ઝાંખી થવાથી તરતમાં પોતાનું મૃત્યુ કળનાર છોટાભટ્ટ; ખોઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ; મિત્રો-કુમિત્રો તરફના બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉપદેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ; અને પછેગામનું પેડલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ.
અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણા માટે થતી કુટુંબની તાણા-તાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉદ્દેશી નાનાભાઈએ જે ઉગારો કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢોંગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાંચો પ્રકરણ બીજી. એ બધું જેટલું રોચક છે. તેથીય વધારે બોધપ્રદ છે.
નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લોકભાગવત અને લોકભારત પણ તેટલાં જ લોકાદર પામ્યાં છે. આ ફાલનાં બીજો તેમના પોગામની પેડલીના સહવાસથી વવાયાં છે અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શોખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાર્ગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણનાં દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃતયોગ શરૂ તો થયો છે છેક બાલ્યકાળથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org