________________
૬૨ ૦ પરિશીલન
દરેક શાક્ય આગેવાનોએ કહ્યું કે અમારી કન્યા તેને યોગ્ય છે; પણ શુદ્ધોદન કહે છે કે કુમારને પૂછ્યા વિના આપણો નિર્ણય કામનો નથી. પછી તો બધા જ વડીલ શાક્યોએ મળી કુમારને પૂછ્યું કે, તને કઈ કન્યા પસંદ છે ?' કુમાર સિદ્ધાર્થે કહ્યું કે, ‘હું આજથી સાતમે દિવસે જવાબ આપીશ.'
લગ્ન વિશે મંથન અને નિર્ણય
કુમાર બોધિસત્ત્વને પ્રથમ તો થયું કે હું ભોગના દોષો જાણું છું; મને એકાંતમાં ધ્યાનમગ્ન રહેવાનું ગમે છે; તો હું ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે શોભું ? પણ ત્યાર બાદ વધારે વિચાર કરતાં તેને લાગ્યું કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થવાથી અનેક પ્રાણીઓનું ભલું જ થવાનું છે. કમળ કાદવ અને પાણીમાં રહેવા છતાં લેપાતું નથી તેમ હું અલિપ્ત રહીશ અને પૂર્વે થઈ ગયેલા બધા જ બોધિસત્ત્વોએ એ રીતે અલિપ્તપણે ગૃહપ્રવેશ કર્યો પણ છે. તેથી લોકહિતની દૃષ્ટિએ લગ્ન તો કરવું, પણ કન્યા યોગ્ય મળે તો જ. આમ વિચારી તેણે કન્યાની યોગ્યતાને લગતા પોતાના વિચારો લખી મોકલ્યા. તેના એ વિચારો આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તે આ રહ્યા. પિતાને પત્ર અને યોગ્ય કન્યાની પસંદગીની સૂચના
જે પ્રાકૃત કે અસંસ્કારી હોય, તે કન્યા મારી વધૂ થવા લાયક નથી જ. જેનામાં અદેખાઈ વગેરે દોષો ન હોય, જે હંમેશાં સત્યભાષિણી હોય, જે આળસ સેવ્યા સિવાય મારા ચિત્તને અનુસરે તેમ જ જે શુદ્ધ ખાનદાનવાળી હોવા ઉપરાંત રૂપ-યૌવનવતી પણ હોય; એટલું જ નહિ, પણ રૂપ છતાં રૂપનો મદ ન હોય, જેનું ચિત્ત માતા અને બહેનના જેવું પ્રેમાળ હોય; જે સ્વભાવે ઉદાર હોઈ બ્રાહ્મણો અને શ્રમણોને દાન દેવાની વૃત્તિવાળી હોય; જે પોતાના પતિમાં એટલી બધી સંતુષ્ટ હોય કે સ્વપ્નમાં પણ અન્ય પુરુષને ન ચિંતવે; જે ગર્વિષ્ઠ કે ઉદ્ધૃત ન હોય પણ ધીટ હોય; જે નમ્ર હોવા છતાં દાસી કે ગુલામડી જેવી ન હોય, પણ સ્વમાની હોય; જે કેફી પીણાં કે ઉન્માદક ગીત, સુગંધ આદિમાં આસક્ત ન હોય, એવી નિર્લોભવૃત્તિવાળી હોય કે જે કાંઈ પોતાનું હોય તેમાં જ સંતુષ્ટ રહે, પણ બીજાની પાસેથી કશું જ મેળવવાની આશા ન સેવે; જે ચંચળ કે અસ્થિર ન હોય અને જે લજ્જાના ચિહ્ન લેખે પડદો સેવનાર કે બેઠાડુ ન હોય; જે ઊંઘણશી ન હોય, જે વિચા૨શીલ હોય અને જે સાસુ તેમ જ સસરા પ્રત્યે પ્રેમ ધરાવે તેવી હોય; જે દાસ-દાસી વર્ગ પ્રત્યે પોતાની જાત જેટલો જ પ્રેમ રાખે તેવી હોય; જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે સૌના પછી સૂએ અને સૌના પહેલાં ઊઠે તેવી હોય; જે સૌના પ્રત્યે મિત્રતા રાખનારી હોય અને કુમારી હોય – જો આવી કન્યા હોય તો, હે પિતાજી ! તમે એને મારે માટે પસંદ કરો.’
કન્યાની શોધ
પિતા શુદ્ધોદને પુરોહિતને બોલાવી તેના હાથમાં સિદ્ધાર્થ તરફથી આવેલો લેખ મૂકી કહ્યું કે આ લેખમાં સૂચવ્યા મુજબના ગુણવાળી કન્યા શોધી લાવો. કન્યાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org