________________
૯૮ • પરિશીલન
(૧) અનેકમાં એક જોવાની દૃષ્ટિ અને અહિંસા. (૨) સ્ત્રીસન્માન
(૩) વર્ણાશ્રમવ્યવસ્થા
(૪) તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ.
દસમા પ્રકરણમાં વેદકાળથી માંડી બુદ્ધના સમય સુધીની વિવિધ રાજ્યપ્રણાલીઓનું નિરૂપણ છે અને ત્યાર બાદ અંતમાં રાજકીય, ધાર્મિક તેમ જ આર્થિક જીવનની સુરેખ છબી આવે છે. જીવનનાં આ ત્રણે પાસાંમાં ગણ અને સંઘનું તત્ત્વ મુખ્ય દેખાય છે. રાજ્યોમાં ગણવ્યવસ્થા છે, ધર્મોમાં સંઘવ્યવસ્થા છે અને ઉદ્યોગધંધા આદિમાં નિગમ કે શ્રેણી-વ્યવસ્થા છે.
અગિયારમા પ્રક૨ણમાં હિન્દુસ્તાનની અંદર અને એની બહાર એશિયાના ખૂણે ખૂણે બૌદ્ધ ભિક્ષુકોએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાઓએ કેવી રીતે, કેટલા પ્રમાણમાં ને કાં કાં સંસ્કૃતિ વિવિધ રીતે વિસ્તારી, વિકસાવી ને અમર બનાવી તેનું હૂબહૂ ચિત્ર છે.
અહીં ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ ‘પૂર્વરંગ’માં ફાહિયાન અને હ્યુએનસંગે કરેલ લોકસ્થિતિનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અહીં નથી. તે હોત તો ભારે અસરકારક પુરવણી થાત.
બારમા પ્રકરણમાં અશ્વમેધપુનરુદ્ધારયુગ'નું લગભગ છસો વર્ષનું ચિત્ર છે. મૌર્યયુગ પછી જે પુરોહિતવર્ચસ્વનો યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પોતપોતાના ધર્મપ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય ત૨ફ વળ્યા અને છેવટે શ્રમણો ઉપ૨ પુરોહિતોનું વર્ચસ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસંઘની સિદ્ધિઓ અને નબળાઈઓ તેમ જ પુરોહિતવર્ગની પણ સિદ્ધિઓ અને નબળાઈઓ એ બધું વિશ્લેષણપૂર્વક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણપ્રભાવ કરતાં પુરોહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણપરંપરાના કયા કયા સંદેશા અપનાવી લીધા અને નવા પૌરાણિક ધર્મને કેવો આકાર આપ્યો એ બધું નિરૂપવામાં આવ્યું છે.
શ્રમણ અને પુરોહિતવર્ગે પોતપોતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગોના પ્રસાર માટે જે હોડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામો આવ્યાં છે. એ પરિણામો વૈદિક, ગણિત, ખગોળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થપ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે.
આ રીતે વેદ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિત્રો લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે.
અવનવી તેમ જ રોચક-અરોચક ઘટનાઓ અને બનાવોના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઇતિહાસના શિક્ષણનું મુખ્ય પ્રયોજન નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org