________________
૧૨. ચેતન-ગ્રંથો
સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તકો પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય : પ્રગટ કરવામાં આવે તે નવા વિચાપ્રવાહોથી યુક્ત હોવું ઘટે અને એમ થાય તો જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચાપ્રવાહોથી યુક્ત એટલે ઇતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દૃષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન.
અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુસ્તકો જ નહિ, માત્ર પુસ્તકો છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તો ચેતન-ગ્રંથો તૈયાર કરવાની છે, અને અત્યારે તો એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન-ગ્રંથો એટલે ગ્રંથો નહિ, ગ્રંથકારો-વિદ્વાનો સમજવા. અત્યાર લગી આવા ચેતન-ગ્રંથો તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારો, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારો કે આપણે – આપણો આખો સમાજ – અંધશ્રદ્ધાના કૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહોએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણી દર્શનશક્તિમાં વધારો કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણી પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસો– ચેતન-ગ્રંથો-તૈયાર કરવા માટે શું કરવું ઘટે એનો હજીય આપણને જોઈએ તેવો વિચાર આવતો નથી. અત્યારની આપણી સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઇજેક્શન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજાં સ્થાનોમાંની પણ સંસ્થાઓ છૂટી છૂટી રહે તો કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તો બધી સંસ્થાઓમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ.
ચેતન-ગ્રંથો–માણસો તૈયાર કરવા હોય તો સૌથી પ્રથમ તેની આર્થિક ભૂમિકા સારી હોવી ઘટે. જો આર્થિક ભૂમિકા નબળી રહી તો આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છોડી તત્ત્વજ્ઞાન કોણ લે? અને આપણા ક્ષેત્રમાં તો આર્ટ્સ કૉલજનો જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળો છે. હજુ પણ એને આપણે નબળો જ રહેવા દઈએ તો તત્ત્વજ્ઞાન કે ઇન્ડોલોજીનો અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org